Site icon Revoi.in

અગરતલા રેલ્વે સ્ટેશન પાસેથી 16 બાંગ્લાદેશ નાગરિક ઝડપાયાં

Social Share

ત્રિપુરાઃ અગરતલા રેલ્વે સ્ટેશન પર 13 પુરૂષો અને 3 મહિલાઓ સહિત લગભગ  16 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતા. ધરપકડ કરાયેલા લોકોમાંથી ત્રણ વ્યક્તિઓની ઓળખ બાંગ્લાદેશી દલાલ તરીકે થઈ છે જેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે. સ્થાનિક અધિકારીઓ દ્વારા ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે અગરતલા સરકારી રેલવે પોલીસ સ્ટેશન (GRPS)માં કાયદાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરવા માટે કવાયત શરૂ કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અગરતાલા રેલવે સ્ટેશન પાસેથી પોલીસે મિઝાનુર રહેમાન (ઉ.વ. 26), સફીકુલ ઇસ્લામ (ઉ.વ. 30), મોહમ્મદ અલામીન અલી (ઉ.વ. 23), મોહમ્મદ મિલાન (ઉ.વ. 38), સાહાબુલ (ઉ.વ. 30), સરીફુલ (ઉ.વ. 30), કબીર (ઉ.વ. 34), લિઝા ખાતૂન (ઉ.વ 26), તાનિયા ખાન (ઉ.વ 24), અથી શેક (ઉ.વ 39), બ્રિંદાબન મંડલ (ઉ.વ 21), અબ્દુલ હકીમ (ઉ.વ 25), મોહમ્મદ ઇદુલ (ઉ.વ 27), મોહમ્મદ અબ્દુર રહેમાન (ઉ.વ 20), મોહમ્મદ અયુબ અલી (ઉ.વ 30) અને મોહમ્મદ ઝિયારૂલ (ઉ.વ 20) નામના બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા હતા. પોલીસે તમામ સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 11-12 ઓગસ્ટની વચ્ચેની રાત્રે, દાણચોરોના એક જૂથે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાને અડીને આવેલી બાંગ્લાદેશી સરહદેથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ BSFએ તેમને પાછા ભગાડી દીધા હતા. ત્યારબાદ દાણચોરોના જૂથે 115મી બટાલિયનની ચાંદનીચક બોર્ડર પોસ્ટ પરથી બીએસએફ સૈનિકો પર હુમલો કર્યો હતો.

#AgartalaRailwayStation, #BangladeshNationalsArrested,  #IllegalImmigration, #BorderSecurity, #TripuraPolice, #ForeignNationalsArrested, #AgartalaNews, #NorthEastIndia,  #ImmigrationLaw, #BorderControl

 

Exit mobile version