Site icon Revoi.in

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 197માં અંગદાનને કારણે અન્ય લોકોને નવજીવન મળશે

Social Share

અમદાવાદ: સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ૧૯૭ મું અંગદાન થયું છે.અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રંબકપુર ગામના વતની એવા પરસોત્તમભાઇ વેકરોયાના રસ્તામાં પડી જવાથી મગજમાં હેમરેજ થતા પ્રથમ તેમને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ અમરેલી હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ લાવવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.તેમના અંગદાનને કારણે કિડની હોસ્પિટલના જરૂરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ સાથે પરસોત્તમભાઇ વેકરોયા ની બે આંખો તેમજ ત્વચાનું પણ દાન મળેલ જેમાંથી બે આંખો સિવિલ કેમ્પસમાં જ આવેલી એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી તેમજ મળેલ ચામડી નું દાન સિવિલ હોસ્પિટલની સ્કીન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૯૭ અંગદાતાઓ થકી કુલ ૬૪૫ અંગો નું દાન મળેલ છે. જેમાં ૧૭૨ – લીવર, ૩૫૮ – કીડની, ૧૩ – સ્વાદુપિંડ, ૬૨ – હ્રદય, ૩૨ – ફેફસા, ૦૬ – હાથ, ૦૨- નાના આંતરડા નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિવિલ હોસ્પીટલ સ્કીન બેંક ને અત્યાર સુધી માં ૨૧ જેટલી ચામડીનુ પણ દાન મળ્યુ છે.