- કેરળમાં નાવડી પલટી જવાની ઘટનામાં 21 લોકે ગુમાવ્યા જીવ
- પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું, મૃત્યુપામનારને 2 -2 લાખનું વળતર
દિલ્હીઃ- દેશના રાજ્ય કેરળમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને રવિવારની સાંજે રવિવારે સાંજે કેરળના મલપ્પુરમમાં બોટ પલટવાની દુર્ઘટના બની જેમાં 21 લોકોના જીવ ગયા છે.જ્યારે સાત લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ આ બોટમાં 40 લોકો સવાર હતા. તેમાંથી મોટાભાગના બાળકો હતા. આ સિવાય ઘણા લોકો હજુ પણ ગુમ છે, તેમને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ પાણીમાં ગુમ થયેલા લોકોને સતત શોધી રહી છે.હાલ પણ રેસ્કયુ જારી છે.
આ સાથે જ જીવ ગુમાવનારા લોકોના માનમાં આજરોજ સોમવારે કેરળમાં એક દિવસનો રાજ્ય શોક મનાવવામાં આવશે. મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ટ્વીટ કર્યું, “મલપ્પુરમમાં તનુર બોટ દુર્ઘટનામાં જાનહાનિથી ખૂબ જ દુઃખી છું.”
કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુરના ટુવાલ થીરમ પર્યટન સ્થળ પર પ્રવાસી બોટ પલટી જવાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 21 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. દુર્ઘટના સમયે બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા પ્રાદેશિક ફાયર રેન્જ ઓફિસર શિજુ કેકેએ જણાવ્યું હતું કે, “રવિવારે રાત્રે થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 21 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જો કે બોટમાં કેટલા લોકો છે તે જાણી શકાયું નથી, પરંતુ સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. કારણ કે કાદવમાં કેટલાક મૃતદેહો ફસાયેલા હોઈ શકે છે.
રવિવારે રાત્રે હોડી પલટી જવાની જાણ થતાં જ. એ જ રીતે અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન, કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે ઘટના બાદ મધ્યરાત્રિએ રાજ્યના આરોગ્ય વિભાગની તાકીદની બેઠક બોલાવી હતી અને અધિકારીઓને ઘાયલોની સારી સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રીએ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ઝડપી બનાવવા અને ઘાયલોની સારી સારવાર કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રીએ સોમવારે સવારે 6 વાગ્યે પોસ્ટમોર્ટમ શરૂ કરવાની કડક સૂચના પણ આપી છે.તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી અને ઘટના અંગે શોક વ્યકર્ત કર્યો હતો