અમદાવાદ, 30 એપ્રિલ 2026: 25 percent water in 80 reservoirs in Gujarat ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બન્યો છે. અને કાળઝાળ ગરમીને લીધે જળાશયોમાં પાણીની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં હાલ 60 ટકા જળસંગ્રહ થયેલો છે. જો કે, સૌરાષ્ટ્રના જાળાશયોમાં 44 ટકા અને કચ્છના જળાશયોમાં માત્ર 36 ટકા જ જથ્થો ઉપલબ્ધ છે. જો ચોમાસામાં મેઘરાજાનું આગમનમાં વિલંબ થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી સ્થિતિ ચિંતાજનક બને તેમ છે. ત્યારે નર્મદાના નીર જીવાદોરી સમાન બની રહેશે,
ગુજરાતના ડેમાં ઉપલબ્ધ જળરાશી જોઈએ તો માત્ર 2 જળાશયો 100% કે તેથી વધુ ભરાયેલા છે. 70% થી 100% વચ્ચે 19 જળાશયો છે, જ્યારે 50% થી 70% વચ્ચે 51 જળાશયો છે. સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે 80 જળાશયોમાં 25% થી પણ ઓછું પાણી બચ્યું છે, જે આગામી દિવસોમાં પાણીની સમસ્યા વધારવાની સંભાવના દર્શાવે છે. જો કે, હાલની સ્થિતિ ગયા વર્ષની સરખામણીએ થોડી સારી છે. 29 એપ્રિલ 2025ના રોજ રાજ્યમાં 51.67% પાણીનો જથ્થો હતો, જ્યારે આ વર્ષે તે વધીને 60.32.90% થયો છે, એટલે કે લગભગ 9નો વધારો નોંધાયો છે. આંકડા દર્શાવે છે કે રાજ્યમાં પાણીની સ્થિતિ હજી નિયંત્રણમાં છે, પરંતુ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પાણી સંકટની શક્યતા યથાવત છે. આગામી સમયગાળામાં વરસાદ પર રાજ્યની સ્થિતિ નિર્ભર રહેશે.

