1. Home
  2. ગુજરાતી
  3. કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ રિલીઝના 4 અઠવાડિયા બાદ સિનેમાઘરોમાં મતાવી રહી છે ધૂમ- 177 કરોડોથી વધુની કરી કમાણી
કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ રિલીઝના 4 અઠવાડિયા બાદ સિનેમાઘરોમાં મતાવી રહી છે ધૂમ- 177 કરોડોથી વધુની કરી કમાણી

કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ રિલીઝના 4 અઠવાડિયા બાદ સિનેમાઘરોમાં મતાવી રહી છે ધૂમ- 177 કરોડોથી વધુની કરી કમાણી

0
Social Share
  • કાર્તિક આર્યનની ફિલ્મે 177 કરોડથી વધુની કમાણી કરી
  • 5માં શુક્રવારે પણ બોક્સ ઓફીસ પર દેખાડી રહી છે કમાલ

મુંબઈઃ- બોલિવૂડના અભિનેતા કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 એ  બમ્પર કમાણી કરી   છે.રુહાન બાબાનો રોલ પ્લે કરીને દર્શકોના દીલ જીતવામાં કાર્તિક આર્યન સફળ સાબિત થયો છે. કિયારા અડવાણી ,સંજય મિશ્રા અને રાજપાલ યાદવે પણ સારી ભૂમિકા ભજવી છે, ભૂતીયો એહેસાસ અને કોમેડિથી ભરેલી આ ફિલ્મને જોવા દર્શકો  રિલીઝના 5 મા શુક્રિરવારે પણ સિનેમાઘરોમાં આવી રહ્લીયા છેહવે આ ફિલ્મ ઓટીટી પણ પર રિલીઝ થવાની તૈયારીમાં છે,

ભૂલ ભૂલૈયા 2 નું કલેક્શન

જો ફિલ્મના પ્રથમ દિવસની વાત કરીએ તો પહેલા દિવસે 14.11 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે બીજા દિવસે કલેક્શનમાં વધારો થયો હતો અને ફિલ્મે 18.34 કરોડનું કલેક્શન કર્યું હતું. ભૂલ ભુલૈયા 2 એ શરૂઆતના સપ્તાહમાં રૂ. 55.96 કરોડ, પ્રથમ સપ્તાહમાં રૂ. 92.05 કરોડ અને બીજા સપ્તાહમાં 141.75 કરોડનું કલેક્શન કર્યું છે. 

આ સિવાય ફિલ્મે ત્રીજા સપ્તાહમાં 163.15 કરોડ અને ચોથા સપ્તાહમાં 176.14 કરોડનું કલેક્શન કર્યું હતું. તે જ સમયે, ફિલ્મે પાંચમા શુક્રવારે 1.15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આમ ફિલ્મનું કુલ કલેક્શન 177.29 કરોડ રૂપિયા થઈ ગયું છે.ઉલ્લેખનીય છે કે થિયેટરોમાં રંગ જમાવ્યા બાદ  ભૂલ ભૂલૈયા 2 હવે 19 જૂને નેટફ્લિક્સ પર પ્રીમિયર થશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code