Site icon Revoi.in

ઈરાનના ખુઝેસ્તાનમાં 5.6ની તીવ્રતાના ભૂકંપનો આંચકો, 29 લોકો ઘાયલ

Social Share

ઈરાનના ખુઝેસ્તાનમાં સવારે 5.6ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 29 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. સ્થાનિક સમય મુજબ સવારે 7:32 વાગ્યે હાફ્ટકેલ કાઉન્ટીમાં કેન્દ્રબિંદુ ધરાવતો આ ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ નોંધાયો છે.

આ ભૂકંપને પરિણામે મસ્જેદ સોલેમેન કાઉન્ટીમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા તેમજ પ્રાંતીય રાજધાની અહવાઝમાં પણ તેની અસર વર્તાઈ હતી.

ખુઝેસ્તાનના ગવર્નર મોહમ્મદ રેઝા માવલીઝાદેહે જણાવ્યું છે કે, મસ્જેદ સોલેમાનમાં 296 મકાનોને ભૂકંપથી નુકસાન થયું છે. તેમણે ઉમેર્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ ટીમો મોકલવામાં આવી છે.

Exit mobile version