1. Home
  2. ગુજરાતી
  3. ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં અત્યાર સુધીમાં 5800થી વઘુના મોત
ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં અત્યાર સુધીમાં 5800થી વઘુના મોત

ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં અત્યાર સુધીમાં 5800થી વઘુના મોત

0
Social Share
દિલ્હીઃ-  ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો 19 મો દિવસ છે. આ યુદ્ધમાં બંને પક્ષો સહિત અત્યાર સુધીમાં 5,800થી વધુ લોકોના મોત થયા છે. 7 ઓક્ટોબરે ફાટી નીકળેલા બે અઠવાડિયાના સંઘર્ષ પછી શનિવારે પ્રથમ વખત નાકાબંધી હળવી કરવામાં આવી હતી. ત્યાર બાદ ઇજિપ્તની સરહદ પર સ્થિત રફાહ ક્રોસિંગ ખોલવામાં આવ્યું હતું, જે યુદ્ધ ફાટી નીકળ્યા પછી બંધ હતું. જેના કારણે લાખો પેલેસ્ટાઈનીઓ ખોરાક, દવા અને પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા હતા.
રફાહ ક્રોસિંગ ખુલતાની સાથે જ, 20 ટ્રકને ગાઝામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી, જોકે 200 થી વધુ ટ્રક હજી પણ સરહદ પર પાર્ક છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રકોમાં 3000 ટનથી વધુ રાહત અને સહાય સામગ્રી છે.ઈઝરાયેલ-ગાઝા યુદ્ધમાં મૃત્યુઆંક 5 હજારને વટાવી ગયો છે, જેમાં 2 હજારથી વધુ બાળકોનો સમાવેશ થાય છે. અન્ય 15 હજાર ઘાયલ થયા છે.
ઈઝરાયેલે સ્પષ્ટતા કરી છે કે, તેણે ગાઝામાં રાતોરાત હુમલામાં હમાસના ઘણા આતંકવાદીઓને માર્યા છે. ઈઝરાયેલે એમ પણ કહ્યું છે કે હમાસને નષ્ટ કરવામાં સમય લાગશે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગે એક નિવેદનમાં કહ્યું કે ઈઝરાયેલ આતંકવાદી જૂથ હિઝબુલ્લા સાથે યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ જો વિવાદ વધશે તો લેબેનોને તેની કિંમત ચૂકવવી પડશે.
મીડિયા અહેવાલો મુજબ, હમાસ અન્ય 50 બંધકોને મુક્ત કરશે. રેડક્રોસના પ્રતિનિધિઓ કથિત રીતે બંધકોને બહાર કાઢવા ગાઝા જઈ રહ્યા છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું છે કે ગાઝા યુદ્ધવિરામ અંગે કોઈપણ ચર્ચા ત્યારે જ થઈ શકે છે જ્યારે હમાસ ઈઝરાયેલ દ્વારા બંધક બનાવાયેલા તમામ લોકોને મુક્ત કરે. સંયુક્ત રાષ્ટ્રએ માનવતાવાદી સંકટમાં ફસાયેલા ગાઝાને વધુ સહાય આપવા ઇઝરાયલને વિનંતી કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું કે, લોકોના જીવન બચાવવા અને હોસ્પિટલો ચલાવવા માટે મહત્વપૂર્ણ ઇંધણ પુરવઠો હજુ પણ અવરોધિત છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આતંકવાદી જૂથ હમાસ સાથેના યુદ્ધમાં ઇઝરાયેલ માટે સમર્થન અને “એકતા” વ્યક્ત કરી છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથેની એક પત્રકાર પરિષદમાં, તેમણે કહ્યું કે ફ્રાન્સ અને ઇઝરાયેલ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં “સામાન્ય દુશ્મન” નો સામનો કરી રહ્યા છે. શ્રી મેક્રોને કહ્યું કે પશ્ચિમ એશિયામાં સ્થિરતા ત્યારે જ શક્ય બનશે જો ઇઝરાયેલ સમસ્યાનો રાજકીય ઉકેલ લાવવાની મંજૂરી આપે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ સામે લડી રહેલા દેશોને ફરીથી સાથે આવવાનું આહ્વાન કર્યું હતું. મેક્રોન એકમાત્ર એવા નેતા નથી કે જ્યાં ઈઝરાયેલની મુલાકાત લીધી હોય તે પહેલા અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, જર્મની, ઈટાલીના અન્ય નેતાઓએ પણ ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમેરિકા, બ્રિટન, જર્મની, ઈટલી અને અન્ય દેશોના નેતાઓ બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ શ્રી મેક્રોન  પણ  ઈઝરાયેલની મુલાકાતે ગયા છે.
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code