નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયામાં આજે સવારે ધરા ધ્રુજી હતી. ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા લગભગ 6.2 નોંધાઈ હતી. સદનસીબે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે.
વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયામાં આજે બુધવારે ભયાનક ભૂકંપ આવ્યો હતો. 6.2ની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉત્તરીય માલુકુના તટ પર દર્શાવવામાં આવ્યું છે. જિયોફિઝિક્સ અનુસાર, ભૂકંપ 81 કિમી ઊંડું હતું. જો કે, તેનાથી સુનામીનું કોઈ જોખમ ન હોવાનું જણાવ્યું છે. અવારનવાર ઈન્ડોનેશિયામાં ભૂકંપ આવતા રહે છે ત્યારે બુધવારે આવેલા ભૂકંપની તીવ્રતા વધારે હોવાથી લોકો ફફડી ગયા હતા. ઈન્ડોનેશિયાના ભૂકંપ કેન્દ્રએ પણ હજુ સુધી કોઇ મોટા નુકસાનની માહિતી આપી નથી.