
ફિલિપાઇન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.7 ની તીવ્રતા નોંધાઈ
- ફિલિપાઇન્સમાં ભૂકંપના આંચકા
- 6.7 ની નોંધાઈ તીવ્રતા
- નુકશાન કે કોઈ જાનહાનિ નહીં
દિલ્હી :ફિલિપાઇન્સમાં શનિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.અમેરિકી જિયોલોજિકલ સર્વેએ આ અંગે માહિતી આપી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે,ભૂકંપનું કેન્દ્ર ખૂબ ઊંડાઈમાં સ્થિત હતું. સ્થાનિક અધિકારીઓએ કહ્યું હતું કે, આનાથી કોઈ નુકસાન થયાનું જાણવા મળ્યું નથી. અમેરિકી જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 રહી. ભૂકંપ લુજોનના મુખ્ય દ્વીપ પર સવારે 4.48 વાગ્યે આવ્યો હતો .તેના કેન્દ્રની ઊંડાઈ 112 કિ.મી. હતી.
ભૂકંપના જોરદાર આંચકા પછી ઓફ્ટર શોક પણ અનુભવાયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, આ જ વિસ્તારમાં થોડીવાર પછી 5.8 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્ર પણ ખૂબ જ ઊંડાઈ પર સ્થિત હતું. બટગાસ પ્રાંતના કૈલાટગન નગરપાલિકામાં પોલીસ મેજર રોની ઓરેલાનોએ જણાવ્યું હતું કે, આ આંચકાઓથી કંપન ખૂબ જ જોરદાર હતું અને અમે ચિંતિત છીએ. બટગાસ પ્રાંત રાજધાની મનીલાની દક્ષિણમાં સ્થિત છે, જે ભૂકંપનું કેન્દ્ર પણ રહ્યું. તેમણે કહ્યું હતું કે અહીં ભારે વરસાદ પડી રહ્યો છે.
ફિલિપાઇન્સમાં ભૂકંપના આંચકા સતત અનુભવાય રહ્યા છે. આ એટલા માટે થાય છે કે, તે ‘રીંગ ઓફ ફાયર’ ની નજીક સ્થિત છે. આ વિસ્તાર જાપાનથી દક્ષિણપૂર્વ એશિયા અને પેસિફિક બેસિન સુધી ફેલાયેલો છે. વિશ્વના તમામ ભૂકંપના 90 ટકા ભાગો આ વિસ્તારમાં આવે છે. આ પ્રદેશમાં લગભગ 450 સક્રિય અને શાંત જ્વાળામુખી હાજર છે. આ કારણોસર આ ક્ષેત્રમાં સ્થિત દેશો પર ભૂકંપનું જોખમ સતત રહે છે.