Site icon Revoi.in

પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને કેનાલમાં ફેંકી દેવાના કેસમાં 7 આરોપી પકડાયા

Social Share

વડોદરા, 19 એપ્રિલ 20267 accused arrested in case of wife throwing husband into canal  શહેરના છાણી વિસ્તારમાં રહેતા અને પાન પાર્લરના વેપારી ગિરીશ પટેલનું અપહરણ કરી, લૂંટ ચલાવી અને તેમને કેનાલમાં ફેંકી દઈને હત્યા કરવાનો પ્રયાસ કરવાનો બનાવ બન્યો હતો.સદનસિબે ગિરીશ પટેલ કેનાલમાં પિલ્લર પકડીને રાતભર લટકી રહ્યા હતા અને સવારે સ્થાનિક લોકોએ ગિરીશ પટેલને બચાવી લીધા હતા.આ બનાવમાં પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આખી ઘટના પાછળ કોઈ અજાણ્યા લૂંટારૂઓ નહીં, પરંતુ વેપારીની પોતાની પત્ની ફાલ્ગુની અને તેના પ્રેમી કૌશિક શર્માનું કાવતરું હોવાનો પડદાફાશ થયો હતો. પોલીસે અત્યાર સુધીમાં પત્ની સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે.

આ કેસમાં ફરિયાદી ગિરીશ પટેલે છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 8 એપ્રિલની રાત્રે તેઓ હરણી વિસ્તારમાં પોતાની દુકાન બંધ કરીને એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે છાણી-સોખડા રોડ પર ગિરીરાજ સ્કૂલ પાસે એક સફેદ સ્વીફ્ટ કારે તેમને ટક્કર મારી હતી. કારમાંથી નીચે ઉતરેલા શખસોએ તેમને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. આરોપીઓએ ગિરીશ પટેલને બંધક બનાવી મારપીટ કરી હતી, તેમના પર્સ, મોબાઈલ અને રોકડ રકમ પડાવી લીધી હતી. આટલું જ નહીં, ATMનો પીન નંબર જાણીને શહેર અને હાઈવે પર અલગ-અલગ જગ્યાએથી 1 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. અંતે, આરોપીઓએ તેમને આણંદ જિલ્લાના સોજીત્રા નજીક કેનાલ પર લઈ ગયા હતા અને પુલ પરથી પાણીમાં ફેંકી દીધા હતા. સદનસીબે, ગિરીશભાઈ કેનાલના પિલરને પકડીને લટકી રહ્યા હતા અને આખી રાત અંધારામાં છુપાઈ રહ્યા હતા. સવારે સ્થાનિકોની મદદથી તેમણે પરિવારને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ફરિયાદીની પત્ની ફાલ્ગુનીના કૌશિક શર્મા સાથે પ્રેમ સંબંધો હતા. કૌશિક અને ફાલ્ગુની પાંચ વર્ષ પહેલાં સગાઈ કરવાના હતા, પરંતુ કોઈ કારણોસર તે શક્ય બન્યું ન હતું. ત્યારબાદ ફાલ્ગુનીના લગ્ન ગિરીશ પટેલ સાથે થયા હતા. આ જૂની અદાવત અને પ્રેમ સંબંધને કારણે પત્ની અને તેના પ્રેમીએ ગિરીશભાઈના રસ્તામાંથી કાયમી નિકાલ માટે આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીઓએ આ કામ માટે અન્ય ભાડુતી શૂટર્સને પણ હાયર કર્યા હતા.

Exit mobile version