Site icon Revoi.in

અમદાવાદમાં RTO ચલણના નામે APK ફાઈલ ડાઉનલોડ કરતા બેન્કમાંથી 7 લાખ ઉપડી ગયા

Social Share

અમદાવાદ, 20 એપ્રિલ 2026: 7 lakhs stolen from bank while downloading APK file in the name of RTO challan સાયબર માફિયાઓ આરટીઓ ચલણના નામે મોબાઈલ SMS કરીને APK ફાઈલ મોકલતા હોય છે. આ ફાઈલ ડાઉનલોડ કરતા મોબાઈલ ફોન હેન્ગ થઈ જાય છે, અને માબાઈલનો કન્ટ્રોલ (એક્સેસ) સાયબર માફિયાના હાથમાં પહોંચી જાય છે. અને બેન્કમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવતા હોય છે. ત્યારે આવો જ એક વધુ બનાવ બન્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલના નર્સ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. નર્સને અજાણ્યા નંબર પરથી RTO ચલણની APK ફાઇલ આવી હતી. આ APK ફાઇલ ડાઉનલોડ કર્યાં બાદ નર્સના ખાતામાંથી 7 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. નર્સે સમગ્ર મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના નવા નરોડામાં રહેતા 55 વર્ષીય મહિલા સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. નર્સને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં RTO ચલણની APK ફાઇલ હતી. RTO ચલણ હોવાથી નર્સે ફાઈલ ડાઉનલોડ કરી હતી. આ ફાઇલ ડાઉનલોડ કર્યાં થોડા દિવસમાં જ નર્સના બેંકના ખાતામાંથી 5 અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 7 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.

નર્સને જ્યારે બેન્કનો મેસેજ આવ્યો ત્યારે તેમને તપાસ કરી હતી. નર્સ બેંકમાં ગયા ત્યારે તેમને જાણ થઈ હતી કે અજાણ્યા વ્યક્તિ દ્વારા બેંક એકાઉન્ટમાંથી 7 લાખ ઉપાડી ગયા હતા. નર્સે આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version