Site icon Revoi.in

કચ્છમાં માંડવીના દરિયા કાંઠે બિનવારસી ડ્રગ્સના 7 પેકેટ્સ મળ્યા

Social Share

ભૂજ, 4 મે 20267 packets of illicit drugs found  કચ્છના દરિયાઈ સરહદ પર માંડવી નજીક ફરી એકવાર બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટો મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. માંડવીના કોસ્ટલ વિસ્તારમાંથી ડ્રગ્સના વધુ 7 પેકેટ મળી આવ્યા છે. છેલ્લા 3 દિવસમાં કચ્છના વિવિધ દરિયાઈ વિસ્તારોમાંથી કુલ 37 જેટલા ડ્રગ્સ અને ચરસના પેકેટો જપ્ત કરવામાં આવ્યા છે.

મરીન પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ  કચ્છના માંડવીના દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના 7 પેકેટ મળી આવ્યા હતા. આ પૂર્વે આજે સવારે સિંધોડી દરિયાઈ વિસ્તારમાંથી એક મહાકાય શંકાસ્પદ ડ્રોનનો ભાગ પણ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ડ્રગ્સ અને ડ્રોનના અવશેષો મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી છે.

કચ્છના જખૌ, માંડવી અને સાંઘી જેટી જેવા સંવેદનશીલ વિસ્તારોમાંથી અવારનવાર બિનવારસી ડ્રગ્સ મળી આવવાની ઘટનાઓ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની છે. હાલમાં આ સ્થિતિને ગંભીરતાથી લઈને મરીન ટાસ્ક ફોર્સ, પશ્ચિમ કચ્છ પોલીસ અને BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) દ્વારા શઘન તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા દળો દ્વારા દરિયાઈ પટ્ટી પર સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ પેકેટો કયા દેશમાંથી આવ્યા છે, સમુદ્રમાં તે ફેંકવા પાછળનો હેતુ શું હતો અને શંકાસ્પદ ડ્રોનનો ઉપયોગ જાસૂસી કે સ્મગલિંગ માટે કરવામાં આવ્યો હતો કે કેમ, તે તમામ દિશાઓમાં ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. વધતા જતા બનાવોને પગલે સમગ્ર કોસ્ટલ બેલ્ટ પર હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Exit mobile version