Site icon Revoi.in

રાજકોટ શહેર અને જિલ્લામાં 7375 કર્મચારીઓને વસતી ગણતરીની કામગીરી સોંપાઈ

Social Share

રાજકોટ, 15 મે 2026: 7375 employees assigned to census work ગુજરાતમાં તા. 1લી જુનથી વસતી ગણતરીનો પ્રારંભ થશે. તેના માટે હાલ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કૂલ 7,375 કર્મચારીઓ વસતી ગણતરી માટે કામગીરી સોંપવામાં આવી છે.  જેમાં રાજકોટ શહેરના 18 વોર્ડની વસતી ગણતરી 4200 કર્મચારીઓ કરશે. તેમજ જિલ્લામાં 3,175 કર્મચારીઓને  ફરજ કામગીરી સોંપવામાં આવી છે. વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર ગણતરી થશે. જે માટે કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. વસતી ગણતરીની કામગીરીમાં ગેરહાજર રહેનારા કર્મચારીઓને 3 વર્ષની જેલની સજા અને ચોક્કસ રકમના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના ચૂંટણી વિભાગના સૂત્રોના કહેવા મુજબ  અત્યાર સુધીમાં વસતી ગણતરી માટે 4200 કર્મચારીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં કુલ 18 વોર્ડમાં 18 ચાર્જ અધિકારીઓ ફરજ સોંપવામાં આવી છે. શહેરમાં 1જુન થી 30 જૂનનો ફર્સ્ટ ફેઇઝ છે તેમાં તમામ 18 વોર્ડમાં પેરેલલ કામગીરી શરૂ કરવામાં આવશે. જે માટેની ટ્રેનિંગનો આજે શુક્રવારથી પ્રારંભ કરાયો છે. તાલીમમાં ગેરહાજર રહેનારા કર્મચારીઓને નોટિસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તે કર્મચારીઓ ચાર્જ ઓફિસરને રિસ્પોન્ડ નથી કરતા અથવા તો હાજર નથી રહેતા કે પોતાની વિગતો નથી આપતા તેઓની સામે સેન્સસ એક્ટ 948 ની કલમ 4,5,6,7 અને 11 મૂજબ તેમજ સેન્સસ 99 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 222 અને 223 મૂજબ કાર્યવાહી કરાશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે,  એન્યુમરેટર સુપરવાઇઝર ચાર્જ ઓફિસ ખાતે હાજર રહેતા નથી અને ગોળ ગોળ જવાબ આપે છે અને ખોટા દવાઓ કરીને મુક્તિ મેળવવા માટેની રજૂઆતો કરે છે તો કલમ 11 મુજબ ત્રણ વર્ષની જેલની સજા થવાની સંભાવના છે તેમજ ચોક્કસ રકમનો દંડ પણ ભરવાનો હોય છે.

Exit mobile version