Site icon Revoi.in

બનાસકાંઠામાં છેલ્લા એક વર્ષમાં રોડ અકસ્માતમાં 76 લોકોના મોત

Social Share

પાલનપુરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. દરેક જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે, એમાં બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન જુદાજુદા સ્થળોએ સર્જાયેલા 213 જેટલા રોડ અકસ્માતોમાં કુલ 76 લોકોનાં મોત થયા હતા. જેમાં 70 ટકા યુવાઓના મોત થયા હતા. અકસ્માત થવા પાછળ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન સહિત વધારે ગતી તેમજ રખડતાં પશુઓ સહિતના કારણો હતા.

બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. છેલ્લા એક વર્ષમાં જિલ્લામાં રોડ અકસ્માતના 213 બનાવો બન્યા હતા. આ અકસ્માતમાં 76 લોકોએ જીવ ગુમાવ્યો છે. એમાં યુવાનો સૌથા વધુ અકસ્માતોના ભોગ બન્યા હતા.જિલ્લામાં વાહન ચાલકો માટે ટ્રાફિક જાગૃતિ માસની ઉવજણી ચાલી રહી છે. જ્યાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે વાહન ચાલકોને વિનામૂલ્યે હેલમેટ, ગુલાબના ફૂલ આપવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં વસવાટ કરતાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે.  લોકો દ્વી -ચક્રી વાહન ખરીદે ત્યારે કંપની દ્વારા હેલમેટ ફરજીયાત આપવામાં આવે છે. પરંતુ યુવકો ઘરના ખુણે મુકી દેતા હોય છે. હાઇવે ઉપર ફોર વ્હિલરમાં સીટ બેલ્ટ બાંધતા નથી. ઝડપ પણ વધુ હોય છે. જેના કારણે અકસ્માતો સર્જાઇ રહ્યા છે.

બનાસકાંઠામાં પસાર થતાં નેશનલ હાઈવે પર સતત ટ્રાફિકમાં વધારો થયો જાય છે. હાઈવે પર વાહનચાલકો બેફામ ગતિથી વાહનો ચલાવતા હોય છે. અને તેના લીધે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતો સર્જાતા હોય છે. બીજુ વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. આમ અકસ્માતો પાછળ ઘણાબધા કારણો જવાબદાર હોય છે.