1. Home
  2. ગુજરાતી
  3. ક્વાડ દેશોની આજે પ્રથમ બેઠક: પીએમ મોદી હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા કરશે
ક્વાડ દેશોની આજે પ્રથમ બેઠક: પીએમ મોદી હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા કરશે

ક્વાડ દેશોની આજે પ્રથમ બેઠક: પીએમ મોદી હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા કરશે

0
Social Share
  • ક્વાડ દેશોના પ્રમુખો વચ્ચે આજે પ્રથમ બેઠક
  • હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ અંગે કરશે ચર્ચા
  • આ સાથે અનેક મુદ્દાઓ પર પણ કરશે ચર્ચા

નવી દિલ્લી: ક્વાડ દેશો – ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રમુખો વચ્ચે શુક્રવારે પ્રથમ બેઠક યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ચુઅલ બેઠકમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રને સ્વતંત્ર, મુક્ત અને સમાવિષ્ટ બનાવવા માટે વધતા સહકારની ચર્ચા કરશે.

ક્વાડ દેશોની આ બેઠક સમકાલીન પડકારો જેવા ઉભરતી અને જટિલ તકનીકીઓ, દરિયાઇ સુરક્ષા અને હવામાન પરિવર્તન જેવા મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરવાની તક પૂરી પાડશે.

આ બેઠકમાં પીએમ મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા અને ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસન સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ સમય દરમિયાન કોરોના મહામારી સામે લડવામાં અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષિત, સમાન અને સસ્તી રસીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં પણ સહકારની ચર્ચા કરવામાં આવશે.

બેઠક દરમિયાન ચીની ઉત્પાદનો પર નિર્ભરતા ઘટાડવાના હેતુ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. એક રીપોર્ટ મુજબ ચીન દુનિયાના 60 ટકા દુર્લભ ધાતુઓમાં ઉત્પાદન કરે છે. અને તેનું બજાર હિસ્સો છે. જે દુનિયા માટે આપૂર્તિની ચિંતામાં વધારો કરે છે. ક્વાડ દેશોના આ સંવાદનો ઉદ્દેશ નવી ઉત્પાદન તકનીકીઓ અને વિકાસ પ્રોજેક્ટ્સના નાણાં પૂરા પાડવામાં સહયોગ આપીને તેનો સામનો કરવાનો છે.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code