1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આઝાદીનો અમૃત મહોત્સવ નવી પેઢી માટે અમૃતઃ પીએમ મોદી
આઝાદીનો અમૃત મહોત્સવ નવી પેઢી માટે અમૃતઃ પીએમ મોદી

આઝાદીનો અમૃત મહોત્સવ નવી પેઢી માટે અમૃતઃ પીએમ મોદી

0
Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આઝાદીના 75માં વર્ષની ઉજવણી રૂપે ‘અમૃત મહોત્સવ’નો પ્રારંભ કરાવીને દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગ્રે તેમણે આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા મંગલ પાંડે, ઝાંસીની રાણી, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત નહેરુ અને વીર સાવરકર સહિતના સપુતોને યાદ કર્યાં હતા.

આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણુ સૌભાગ્ય છે કે આપણે આઝાદ ભારતના આ કાર્યમાં ભાગીદાર બની રહ્યાં છે. આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. અમૃત મહોત્સવ 15મી ઓગસ્ટના 75 સપ્તાહ પહેલા શરૂ થયો છે. આજે એક રાષ્ટ્રના સ્વરૂપે ભારત માટે પવિત્ર દિવસ છે. આઝાદીની લડતના પવિત્ર સ્થળો સાબરમતી આશ્રમ સાથે જોડાયેલા છે. દેશભરમાં એક સાથે આઝાદીના પવિત્ર સ્થળો ઉપર અમૃત મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. દેશની આઝાદીની લડાઈમાં પોતાને આહુત કરનારા અને દેશને નૈતૃત્વ આપનારાઓને વંદન કરું છું. અનેક ભારતીય જવાનો આઝાદી બાદ દેશની રક્ષા માટે શહીદ થયા તેમને નમન કરું છું. 75 વર્ષમાં દેશને અહીં લાવ્યા તે તમામના ચરણોમાં પ્રમાણ કરું છું. ગુલામીની કલ્પના કરીએ તો કરોડો લોકોએ આઝાદીના વર્ષો સુધી સ્વપ્ન જોયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમૃત મહોત્સવના પાંચ સ્તંભ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. આ પાંચ સ્તંભ આઝાદીની લડાઈની સાથે કર્તવ્યને આગળ લઈ લશે. આજથી ચરખા અભિયાનનો આરંભ કરાયો છે. રાષ્ટ્રનું ભવિષ્ય ત્યારે જ ઉજવળ રહે છે જે તે વિરાસત સાથે જોડાયેલું છે. ભારત પાસે ગર્વ કરવા માટે ભંડાર છે ઇતિહાસ છે. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે આઝાદીની ઉર્જાનું અમૃત, સ્વાધિનતા સેનાનીઓની પ્રેરણઆનું અમૃત, નવા સંકલ્પનો અમૃત, આત્મનિર્ભતાનો અમૃત. આ મહોત્સવ સુરાજ્યને પુરો કરવો છે. અમૃત મહોત્સવનો પ્રારંભ દાંડીયાત્રાના દિવસે થઈ રહ્યો છે. એ ક્ષણને ફરીથી જીવીત કરવા દાંડી યાત્રા કરવામાં આવી રહી છે. ગાંધીજીની આ યાત્રાએ આઝાદીની લડાઈને નવી પ્રેરણા સાથે જન જન સુધી જોડ્યાં હતા. આ પ્રેરણાએ ભારતના નજરિયાને દુનિયા સુધી પહોંચ્યો હતો. દાંડીયાત્રામાં આઝાદીની સાથે સાથે ભારતનો સ્વભાવ અને સંસ્કારનો સમાવેશ થાય છે. આપણા ત્યાં મીઠાને કિંમતથી નથી આંકવામાં આવતી, મીઠું એટલે આપણા ત્યાં વિશ્વાસ અને ઈમાનદારી છે.

અંગ્રેજોઓ ભારતના મુલ્યોની સાથે આત્મનિર્ભરતા ઉપર ચોટ પહોંચી હતી. આ મીઠાનું આંદોલને તમામને જોડ્યાં હતા. 1957નો સંગ્રામ, ગાંધીજીનું વિદેશથી પરત આવવું, લોકમાન્ય તિલકનું પૂર્ણ સ્વરાજ્ય, દિલ્હી ચલોનો નારો આ દેશ ભૂલશે નહીં. 1942નું અંગ્રેજો ભારત છોડો આંદોલન દેશવાસીઓ ક્યારેય નહીં ભૂલે. 1857માં મંગલ પાંડે તાત્યા ટોપે, ઝાંસીની રાણી, પંડિત નહેરુ, સુભાષચંદ્ર બોઝ, વિર સાવરકર જેવા મહાન વ્યક્તિ આઝાદીના પથદર્શક બન્યાં હતા. આઝાદીની લડાઈમાં આવા અનેક આંદોલન, સંઘર્ષ છે જે દેશમાં જે રૂપમાં નથી આવ્યાં જે આવવા જોઈતા હતા. આ સંગ્રામ અન્યાય, શોષણ અને અહિંસા સામે ભારતની પ્રેરણા આપે છે.

આપણે આઝાદીના મહાનાયક-મહાનાયીકાઓની ગાથા લોકો સુધી પહોંચાડવાની છે. એકતા શું છે, લક્ષ્યને પ્રાપ્ત કરવાની જીદ શું છે તે લોકો જાણશે. શ્યામજી વર્મા વિદેશમાં બેઠા-બેઠા આઝાદીની લડાઈ લડ્યાં હતા. 7 દાયકા સુધી તેમની અસ્થિઓ વિદેશમાં હતી. 2003માં તેને ભારત લાવવામાં આવી હતી.

ભારત આઝાદ થતાની સાથે દુનિયાના અનેક દેશોમાં આઝાદીની લડાઈ શરૂ થઈ. ભારતની વિકાસયાત્રા પૂરી દુનિયાને દિશા આપનારી છે. કોરોનાકાળમાં વેક્સિનના નિર્માણથી ભારતે દુનિયાને મદદ કરી છે. દુનિયાના દેશો ભારત ઉપર ભરોસો કરે છે. અમૃત મહોત્સવ દરમિયાન દેશવાસીઓના મૌલિક વિચારોથી નવા નવા આઈડિયા નીકળશે. તમામ નાગરિક અમૃત મહોત્સવ સાથે જોડાય.

આ પ્રસંગ્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે પુરા દેશની નજર ગુજરાત છે. ગાંધીજી અને સરદાર પટેલે જનસહયોગથી આપણને આઝાદી અપાવી હતી. આજે દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યાં છે. વર્ષ 1930માં 12મી માર્ચના રોજ ગાંધીજીએ દાંડી યાત્રાનો આરંભ કરાવ્યો હતો. આજે ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિશ્વ ગુરૂ બનવા જઈ રહ્યો છે. દાંડી યાત્રા ભારતની આઝાદીની લડત માટે દેશવાસીઓને જાગૃત કરાયાં હતા. ભારતની આઝાદીમાં ગુજરાતની મહત્વની ભૂમિકા રહી છે. ગુજરાતની ભૂમિએ બે સપુત આપ્યાં હતા. ગુજરાતનું ગૌરવ છે કે, ગાંધીજી અને સરદાર પટેલ જેવા સપુત આપ્યાં છે. ગુજરાતમાંથી અનેક ક્રાંતિકારીઓએ આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. ગુજરાતની મહિલાઓએ પણ આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. ડાંગના આદિવાસીઓ સહિતના ગુજરાતીઓ ભાગ લીધો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 1600 કિમી દરિયાકાંઠો છે. ખેતી અને દૂધના ઉત્યાદનમાં ગુજરાત આગળ છે. સૌથી વધારે રોજગારી ગુજરાત જ આપે છે. ભારતની જીડીપીમાં પણ ગુજરાતનો મહત્વનો ફાળો છે. જે દેશ પોતાના ઈતિહાસને ભૂલે છે તે પોતોના વર્તમાન અને ભવિષ્યને ભુલી જાય છે. જેથી આપણે આપણા ઇતિહાસને ભુલ્યાં નથી. ગુજરાત હંમેશા દેશને નેતૃત્વ આપતું આવ્યું છે અને આપતું રહેશે. ગુજરાત આઝાદીની લડાઈનું કેન્દ્ર રહ્યું હતું તેમ દેશના વિકાસ માટે પણ ગુજરાત કેન્દ્ર રહેશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code