1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મીઠાના વપરાશથી કોરોનાથી બચી શકાતું હોવાની અફવા, મીઠાંનો ભાવ રૂ. 100 ઉપર પહોંચ્યો

મીઠાના વપરાશથી કોરોનાથી બચી શકાતું હોવાની અફવા, મીઠાંનો ભાવ રૂ. 100 ઉપર પહોંચ્યો

0
Social Share
  • દુકાનો ઉપર મીઠાની ખરીદી કરવા લાગી લાઈનો
  • મીઠાના ભાવમાં પાંચ ગણો થયો વધારો

જયપુરઃ કોરોના મહામારીથી બચવા માટે લોકો અનેક ઘરેલુ નુસ્ખા અપનાવે છે. ત્યારે હવે રાજસ્થાનમાં કોરોનાથી બચવા મીઠાનો ઉપયોગ કરવાની અફવા ફેલાઈ છે. જેથી મોટી સંખ્યામાં લોકો મીઠાની ખરીદી કરવા માટે લાઈનો લગાવી રહ્યાં છે. તેમજ મીઠામાં ભાવમાં પણ પાંચ ગણાથી વધુનો વધારો થયો છે. પહેલા રૂ. 18માં મળતું મીઠું હાલ રૂ. 100નું કિલો મળી રહ્યું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધતા લોકોમાં ભય ફેલાયો છે. તેમજ કોરોનાથી બચવા માટે લોકો મોટી સંખ્યામાં રસી લેવા માટે આગળ આવી રહ્યાં છે. આ ઉપરાંત અનેક લોકો કોરોનાથી બચવા માટે ઘરેલુ નુસકા અપનાવી રહ્યાં છે. દરમિયાન મીઠાનું પાણી ઓઆરએસની જેમ પીવાથી કોરોના જડમૂળથી દૂર ભાગી જાય છે. તેમજ જો કોઇ કોરોના વાયરસથી મૃત્યુ પામ્યુ હોય અને તેની લાશ પર મીઠુ નાંખીને અંતિમ સંસ્કાર કરવાથી કોરોના ફેલાતો નથી. તેવી અફવા ફેલાતા લોકોએ મીઠાની ખરીદી માટે દોડધામ શરૂ કરી હતી. તેમજ દુકાનો ઉપર મીઠાની ખરીદી કરવા માટે લાંબી લાઈનો લાગી છે. મીઠાની માગ વધતા ભાવમાં પણ તોતીંગ વધારો થયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code