
હવે માત્ર એક ફૂંકથી જાણી શકાશે કે કોરોના છે કે નહીં, માત્ર 60 સેકન્ડમાં પરિણામ મળશે
- હવે ફૂંક મારીને કોરોના છે કે નહીં તેની થશે તપાસ
- માત્ર 60 સેકન્ડમાં રિઝલ્ટ મળી જશે
- આ ઇક્વિપમેન્ટનું નામ બ્રેફેન્સ ગો કોવિડ-19 બ્રેથ ટેસ્ટ સિસ્ટમ છે
નવી દિલ્હી: કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે હાલમાં તો RTPCR સહિતના કેટલાક ટેસ્ટ કરાય છે અને હવે આ વચ્ચે કોરોના વાયરસના ટેસ્ટિંગને સરળ બનાવવા માટે સિંગાપુરમાં 1 મિનિટમાં શ્વાસ દ્વારા કોવિડ-19ની જાણકારી મળતા ઉપકરણને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે. આ ઇક્વિપમેન્ટનું નામ બ્રેફેન્સ ગો કોવિડ-19 બ્રેથ ટેસ્ટ સિસ્ટમ છે. આ ઉપકરણને નેશનલ યુનિવર્સિટી ઑફ સિંગાપુરે ભારતમાં જન્મેલા એક પ્રોફેસરની મદદથી નિર્મિત કર્યું છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, NUSની બ્રેથોનિક્સ કંપનીએ આ ઉપકરણ વિકસિત કર્યું છે અને અહીં શ્વાસથી કોવિડ 19ની તપાસ કરવા માટે મંજૂરી મેળવનાર પ્રથમ ઉપકરણ છે. કંપનીએ આ સપ્તાહે નિવેદન જાહેર કર્યું છે કે, બ્રેથોનિક્સ હવે સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે મળીને કામ કરી રહ્યું છે, તે ટ્યૂટ ચેકપોઇન્ટ પર તેમની ટેક્નોલોજીના ડેવલપમેન્ટ ટ્રાયલ કરવા પર ફોકસ કરી રહ્યા છે, જ્યાં આવનારા યાત્રીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે.
કોરોના માટે શ્વાસ દ્વારા થતી તપાસની સાથોસાથ કોવિડ-19 એન્ટિજન તપાસ પણ થશે. કંપની અનુસાર ટેસ્ટિંગ માટે વ્યક્તિએ તેની સાથે જોડાયેલા એક સમયના ઉપયોગમાં લેવાતા સાધનોમાં ફૂંકવું પડશે અને તપાસનું પરિણામ એક મિનિટથી પણ ઓછા સમયમાં આવશે. જો કોઇ વ્યક્તિ આ પરીક્ષણમાં સંક્રમિત આવે છે, તો પુષ્ટિ માટે તેની RTPCR પદ્વતિ દ્વારા તપાસ કરાશે.