Homeગુજરાતીઅમદાવાદ RTOમાં નવી સીરિઝમાં કારનો નંબર- 1 રૂ. 4.01 લાખમાં વેચાયો, 1111...

અમદાવાદ RTOમાં નવી સીરિઝમાં કારનો નંબર- 1 રૂ. 4.01 લાખમાં વેચાયો, 1111 નંબરના 2.17 લાખ ઉપજ્યા

અમદાવાદઃ પોતાના વાહનોમાં પસંદગીનો અને લક્કી ગણાતો આરટીઓનો રજિસ્ટ્રેસન નંબર મેળવવા આજે પણ કેટલાક લોકો મોં માગી કરમ ચૂકવે છે. શહેરમાં  RTO કચેરી ખાતે કારની જૂની સીરિઝ પૂર્ણ થઈ હોવાથી નવી સીરિઝ GJ-01-WCના ચોઈસના નંબરો માટે ઈ-ઓકેશન કરવામાં આવ્યું હતું. જેમાં 1 નંબરના સૌથી વધુ 4.01 લાખ ઉપજ્યા હતા. આ ઉપરાંત 1111 નંબરના પણ માટે સૌથી વધુ 2.17 લાખની બોલી લગાવાઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઓક્શનમાં કુલ 698 નંબર અરજદરોને ફાળવવામાં આવ્યા હતા. જે જોતા લાગે છે લોકોમાં હજી હજી ચોઈસ નંબર મેળવવાનો ક્રેઝ યથાવત છે.

સૂત્રોના જમાવ્યા મુજબ અમદાવાદ આરટીઓમાં  ઈ-ઓક્શનમાં મોટાભાગના નંબર બેઝ પ્રાઈઝ પર વેચાયા હતા, જ્યારે અમુક નંબરો પર એક કરતા વધુ દાવેદાર હોવાથી ઓક્શન દ્વારા વધુ બોલી લગાવનારને નંબર ફાળવવામાં આવ્યા હતા. કારની નવી સીરિઝ માટે સૌથી વધુ કિંમતે 1 નંબર વેચાયો હતો. આ નંબર ઓક્શમાં 4.01 લાખમાં ખરીદાયો હતો, જ્યારે બીજા ક્રમે સૌથી મોંઘો 1111 નંબર વેચાયો હતો. આ નંબર 2.17 લાખમાં ખરીદાયો હતો. સિલ્વર અને ગોલ્ડન નંબરની બેઝ પ્રાઈઝમાં વધારો કરાયા બાદ લોકો હવે આ નંબરો સિવાય બાકી રહેલા નંબરોમાંથી પસંદગીનો નંબર મેળવી રહ્યા છે. ફોર વ્હીલર માટે ગોલ્ડન નંબરની કિંમત 40 હજાર અને સિલ્વર નંબરની કિંમત 15 હજાર નક્કી કરવામાં આવી છે. જ્યારે તે સિવાયના બાકી રહેલા નંબરો માટે 8000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ટુ-વ્હીલરમાં ગોલ્ડન નંબરના 8000, સિલ્વર નંબરના 3500 અને અન્ય નંબરમાં 2000 નક્કી કરવામાં આવ્યા છે. આમ ચોઈસ નંબરો મેળવવા માટે લોકોમાં હજી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img