Homeગુજરાતીવ્હાઈટ ટાઈગરમાં પ્રિયંકાની એન્ટ્રી બાદ સ્ટાર કાસ્ટ બદલાયાનો હર્ષવર્ધન કપૂરનો દાવો

વ્હાઈટ ટાઈગરમાં પ્રિયંકાની એન્ટ્રી બાદ સ્ટાર કાસ્ટ બદલાયાનો હર્ષવર્ધન કપૂરનો દાવો

મુંબઈઃ હર્ષવર્ધન કપૂર પોતાની ફિલ્મોની જગ્યાએ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં હર્ષવર્ધનએ કેટરીના કેફ અને વિક્કી કૌશલના સંબંધને લઈને ખુલાસા કર્યાં હતા. જે બાદ કેટરીનાની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. હવે ફરી એકવાર હર્ષવર્ધન કપૂરે એવિ નિવેદન આપ્યું છે જેનાથી પ્રિયંકા ચોપડા નારાજ થવાની શકયતા છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં હર્ષવર્ધને જણાવ્યું હતું કે, તેમણે ફિલ્મ ધ વ્હાઈટ ટાઈગર માટે ઓડિશન આપ્યું હતું. પરંતુ પ્રિયંકાની એન્ટ્રી બાદ આખી ટીમ જ બદલાઈ ગઈ.

એક મીડિયા સાથે વાતચીતમાં અભિનેતાએ કહ્યું હતું કે, રમીન બહરાનીની ફિલ્મ ધ વ્હાઈટ ટાઈગર માટે ઓડિશન આપ્યું હતું. ફિલ્મમાં રાજકુમાર રાવ વાળી ભૂમિકા માટે ઓડિશન આપ્યું હતું. એટલું જ નહીમાં મારુ કામ રમીન બહરાનીને પસંદ પણ આવ્યું હતું. ફિલ્મ માટે મારુ નામ લગભગ ફાઈનલ થઈ ગયું હતું. જો કે, પ્રિયંકા ઓન-બોર્ડ આવી તો ફિલ્મના કેટલાક કાસ્ટ બદલાઈ ગયા હતા. પ્રિયંકા ફિલ્મમાં થોડા મોટા અભિનેતાની ઈચ્છા રાખતી હતી. પરંતુ હું યુવા છું મારી ઉંમર રાજકુમાર રાવથી ઓછી છે. તેઓ એક સારા અભિનેતા છે. પરંતુ હું આ ભૂમિકાની ખુબ જ નજીક હતો.

હર્ષવર્ધન કપૂરની તાજેતરમાં જ રિલીઝ થયેલી વેબ સીરિઝ રે ને લોકોએ ખુબ પસંદ કરી છે. આ સીરિઝમાં હર્ષવર્ધને વિક્સમ અરોડાની ભૂમિકા ભજવી હતી. તેની ભૂમિકાને લોકોએ પસંદ કરી છે. સીરિઝમાં મનોજ બાજપાયી અને ગજરાજ રાવએ પણ સંદર અભિનય કર્યો છે. આ ઉપરાંત અભિનેતાએ હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular