1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાની સંભવિત ત્રીજી લહેરઃ સરકારી હોસ્પિટલોમાં સિટી સ્કેન અને MIRની સુવિધા ઉભી કરાશે
કોરોનાની સંભવિત ત્રીજી લહેરઃ સરકારી હોસ્પિટલોમાં સિટી સ્કેન અને MIRની સુવિધા ઉભી કરાશે

કોરોનાની સંભવિત ત્રીજી લહેરઃ સરકારી હોસ્પિટલોમાં સિટી સ્કેન અને MIRની સુવિધા ઉભી કરાશે

0
Social Share

અમદાવાદઃ કોરોનાની સાપ્રંત પરિસ્થિતિમાં રાજ્ય સરકારની અસરકારક કામગીરીના પરીણામે કોરોનાના કેસોમાં ઉત્તરોતર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાની સંભવિત થર્ડ વેવ સંદર્ભે રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે એક્શન પ્લાન બનાવીને તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે રાજ્યની નવ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને જ્યાં સિવિલ હોસ્પિટલ નથી તેવી ૧૭ જિલ્લા કક્ષાની હોસ્પિટલો માટે રૂ.૮૨.૫૦ કરોડના ખર્ચે સિટી સ્કેન મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જી.એમ.ઈ.આર.એસ સંલગ્ન સીવીલ હોસ્પિટલ-સોલા, ગોત્રી હોસ્પિટલ-વડોદરા અને સીવીલ હોસ્પિટલ-ગાંધીનગર ખાતે પણ રૂ. 30 કરોડના ખર્ચે એમ.આર.આઇ. મશીનની સુવિધાઓ પુરી પાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. આમ કુલ રૂ.112.50 કરોડના ખર્ચે કુલ-29૯ મશીનો દ્વારા હોસ્પિટલોને અદ્યતન સુવિધાયુક્ત બનાવવાનો નિર્ણય કરેલ છે.

આરોગ્ય વિભાગ હસ્તકની આણંદ, આહવા-ડાંગ, બોટાદ, ભરૂચ, છોટાઉદેપુર, ગોધરા, જામખંભાળીયા, લુણાવાડા, મહેસાણા, નવસારી, રાજપીપળા, સુરેન્દ્રનગર, વેરાવળ અને વ્યારા જનરલ હોસ્પિટલ, તેમજ એસ.એસ.હોસ્પિટલ- પેટલાદ, પી.કે.હોસ્પિટલ- રાજકોટ અને જમનાબાઇ હોસ્પિટલ, વડોદરા ખાતે 1-1 CT SCAN મળી કુલ-17  સીટી સ્કેન મશીનો  કુલ રૂ. 42.50 કરોડના ખર્ચે ફાળવવામાં આવશે.

આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ અમદાવાદ,એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા, નવી સિવિલ હોસ્પિટલ સુરત, સર ટી. હોસ્પિટલ ભાવનગર, પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટ, જી.જી. હોસ્પિટલ જામનગર, જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ગાંધીનગર, જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ગોત્રી-વડોદરા તેમજ જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, જુનાગઢ ખાતે 1-1 મળી કુલ- 09 મશીનો કુલ રૂ.45 કરોડના ખર્ચે ફાળવવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code