1. Home
  2. ગુજરાતી
  3. યાત્રાધામ સોમનાથનો સમુદ્રદર્શન પથ શનિવારથી ખૂલશેઃ મરીન ડ્રાઈવ જેવો વોક-વે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
યાત્રાધામ સોમનાથનો સમુદ્રદર્શન પથ શનિવારથી ખૂલશેઃ મરીન ડ્રાઈવ જેવો વોક-વે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

યાત્રાધામ સોમનાથનો સમુદ્રદર્શન પથ શનિવારથી ખૂલશેઃ મરીન ડ્રાઈવ જેવો વોક-વે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

0
Social Share

પ્રભાસપાટણઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સોમનાથમાં પ્રોમોનેડ (સમુદ્ર દર્શન પથ વોક-વે)નું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતુ. જેને  આવતીકાલ તા. 28મીના રોજ સવારે 6 વાગ્યાથી યાત્રિકો માટે ખુલ્લો મુકાશે તેમ ટ્રસ્ટે જાહેર કર્યુ છે. શ્રાવણ માસના તહેવારો અને રજાના દિવસોમાં આ ‘મરીન ડ્રાઇવ’ જેવો વોક-વે લોકો માટેના આકર્ષણમાં વધારો કરશે.

સોમનાથમાં પ્રોમોનેડ (સમુદ્રદર્શન પથ વોક-વે)નું લોકાર્પણ વડાપ્રધાન અને ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશથી આવતા યાત્રિકો માટે વોક-વે મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વોક-વે આવતીકાલ તા.28ના રોજ સવારે 6 વાગ્યાથી યાત્રિકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ વોક-વેના પ્રોજેકટની સ્થાનિક રોજગારીની તકો પણ વધશે. ભારત સરકારની પ્રાસાદ યોજનાથી રૂા. 47.55 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ 1.5 કિલોમીટર લાંબા વોક-વેમાં યાત્રિકો માટે પ્રવેશ ગેઇટમાં જ સુંદર આધ્યાત્મિક ચિત્રો બનાવવામાં આવ્યા છે, સાયકલીંગ, વોક, બાયનોકયુલર, હોર્સ, કેમલ રાઇડીંગ બેઠક માટે જરૂરી ફર્નિચર તેમજ મ્યુઝીક સિસ્ટમ જેવી તમામ સુવિધાઓ છે. યાત્રિકો આ વોક-વે પર ચાલતા ચાલતા વિશાળ સમુદ્રના દર્શન પણ કરી શકશે.

આ વોક-વેમાં પ્રવેશ માટે બે એન્ટ્રી ગેઇટ મુકવામાં આવ્યા છે. એક પોલીસ સ્ટેશનની સામે બીજો પ્રભાસ પાટણ પોસ્ટ ઓફિસ પાસે યાત્રિકો રૂા.પની ટીકીટ લઇ પ્રવેશ કરી શકશે. બે કલાકના સમયગાળા માટે ટીકીટથી પ્રવેશ મળશે. 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. વોક-વે પર સ્વચ્છતા અને સલામતી માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. વોક-વે પરના મારૂતિ હાટમાં સમુદ્ર કિનારે ઘણા સમયથી વેપાર કરતા ફેરીયાઓને પણ ટોકન ફ્રી લઇ નિયમબધ્ધ રીતે દુકાનો ફાળવવામાં આવશે. તેવી જ રીતે ઘોડા ઉપરાંત ઉંટવાળા તથા ફોટોગ્રાફરોને પણ નિયમબધ્ધ કરી આઇ.કાર્ડ આપીને જ પ્રવેશ આપવામાં આવશે. સ્થાનિકો માટે માત્ર રૂા. પ0માં માસિક પ્રવેશ પાસ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશ-પરદેશથી આવતા યાત્રાળુઓ માટે પ્રવાસ યાદગાર બને તે માટે આ સમુદ્ર દર્શન પથ એક અનેરૂ આકર્ષણ રહેશે. યાત્રાળુઓ જુદા જુદા લોકેશનથી પોતાની સેલ્ફી લઇને યાદગીરી રાખી શકશે. પ્રભાસ પાટણ માટે આ નવનિર્મિત સમુદ્રદર્શન પથની ગરીમાપૂર્ણ જાળવણી પણ ટ્રસ્ટે અપીલ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code