1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યાનું રાજીનામું, UPમાં ચૂંટણી લડે તેવી સંભાવના
ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યાનું રાજીનામું, UPમાં ચૂંટણી લડે તેવી સંભાવના

ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યાનું રાજીનામું, UPમાં ચૂંટણી લડે તેવી સંભાવના

0
Social Share
  • ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યાનું રાજીનામું
  • મૌર્યએ બે દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી
  • ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફથી કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે

નવી દિલ્હી: ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ મોટો નિર્ણય લેતા પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. મૌર્યએ બે દિવસ પહેલા નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમના રાજીનામા બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમને ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફથી કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર તેમના રાજીનામાની રાજ્યપાલના સચિવ બૃજેશ કુમાર સંતે પણ પુષ્ટિ કરી છે. તેમણે પોતાનું રાજીનામુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી આપ્યું છે. જેનો હજુ સ્વીકાર નથી થયો.

1956માં જન્મેલા બેબી રાની મૌર્ય ઓગસ્ટ 2018માં કૃષ્ણ કાંત પોલની જગ્યાએ ઉત્તરાખંડના રાજ્યપાલ બન્યા હતા. અહીંના રાજ્યપાલ બન્યા પહેલા તેઓ 1995થી 2000 સુધી આગરાના મેયર રહી ચુક્યા છે. મૌર્યા ઉત્તરાખંડના બીજા મહિલા રાજ્યપાલ હતા. આ પહેલા માર્ગરેટ અલ્લા ઓગસ્ટ 2009થી મે 2012 સુધી ઉત્તરાખંડના રાજ્યપાલ રહી ચુક્યા છે. મૌર્યાના રાજીનામાની સાથે ઉત્તરાખંડના આગામી રાજ્યપાલ કોણ હશે, તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ પહેલાં આજે ભાજપે ઉત્તર પ્રદેશ સહિત 5 ચૂંટણી રાજ્યો માટે ચૂંટણી પ્રભારીની જાહેરાત કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને યૂપીના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. અનુરાગ ઠાકુર, સરોજ પાન્ડેય, અર્જુન રામ મેઘવાલ, શોભા કરંજલાજે, કેપ્ટન અભિમન્યુ, અનપૂર્ણા દેવી અને સાંસદ વિવેક ઠાકુરને યૂપી ચૂંટણીના સહ-પ્રભારી હશે. ઉત્તરાખંડમાં કેબિનેટ મંત્રી પ્રહ્લાદ જોશીને ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code