1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન, ટ્વિટથી આપી જાણકારી
ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન, ટ્વિટથી આપી જાણકારી

ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન, ટ્વિટથી આપી જાણકારી

0
Social Share
  • ગુજરાતના સ્ફોટક ખેલાડી પાર્થિવ પટેલના પિતાનું નિધન
  • પાર્થિવ પટેલે ટ્વિટરના માધ્યમથી આપી જાણકારી
  • પાર્થિવ પટેલના નિધનથી ઘરમાં શોકમય વાતાવરણ

ગુજરાતના સ્ફોટક ખેલાડી પાર્થિવ પટેલના પિતાનું નિધન થયું છે. પાર્થિવ પટેલના નિધનથી ઘરમાં શોકમય વાતાવરણ બન્યું છે. ક્રિકેટર પાર્થિવ પટેલે ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી હતી.

આપને જણાવી દઇએ કે પાર્થિવ પટેલના પિતા અજય પટેલ બ્રેન હેમરેજથી પીડાતા હતા. વર્ષ 2019માં પાર્થિવ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમમાં હતા, ત્યારે તેમને બ્રેન હેમરેજનું નિદાન થયું હતું. આમ, લાંબા સમયથી પાર્થિવ પટેલના પિતા બીમાર હતા. બીમારી સામે ઝઝૂમતા આખરે રવિવારે તેમનું નિધન થયું હતું. પાર્થિવ પટેલે માહિતી આપી હતી કે, મારા પિતા અજયભાઇ બિપિનચંદ્ર પટેલનું 26 સપ્ટેમ્બરે નિધન થઇ ગયું છે.

બીજી તરફ, પાર્થિવ પટેલના ફેન્સ પણ તેમને સંકટના આ સમયમાં તેમને સહાનુભૂતિ આપી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, વર્ષ 2019માં આઇપીએલની એક મેચ બાદ પાર્થિવ પટેલે જણાવ્યું હતું કે, તે ડ્રેસિંગ રૂમમાં હતો ત્યારે પોતાનો ફોન જોતા પ્રાર્થના કરતા હતા કે હોસ્પિટલમાંથી કોઇ ખરાબ સમાચાર ના આવે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code