Homeગુજરાતીજો તમને આવી સમસ્યા હોય તો ભૂલથી પણ ન ખાતા બીટ, તકલીફમાં...

જો તમને આવી સમસ્યા હોય તો ભૂલથી પણ ન ખાતા બીટ, તકલીફમાં થઈ શકે છે વધારો

  • કિડનીની સમસ્યા હોય ન ખાવ બીટ
  • શરીર માટે બની શકે છે જોખમી
  • બીટ ક્યારે ખાવું તેની પહેલા જાણકારી લો

આમ તો દરેક પ્રકારના ફળથી શરીરને ફાયદો થતો હોય છે, અનેક રીતે બીટથી શરીરને ફાયદો થતો હોય છે પણ ક્યારેક કેટલીક બીમારીઓમાં કેટલાક લોકોએ અમુક પ્રકારના ફ્રુટ ખાવા જોઈએ નહી.

સૌથી પહેલા તો જો કોઈ વ્યક્તિને શરીરમાં તાંબા અથવા આયર્નની વધુ માત્રા એકઠી થાય છે, તો તેઓએ થોડી કાળજી સાથે બીટરૂટનું પણ સેવન કરવું જોઈએ. આ સ્થિતિમાં બીટરૂટનું સેવન તમારા માટે પરેશાન કરી શકે છે. ખરેખર, બીટમાં આવા કેટલાક તત્વો જોવા મળે છે, જે શરીરમાં આયર્ન અને કોપરનું પ્રમાણ વધારે છે, જે તમારી સમસ્યાને વધુ વધારી શકે છે.

બીજા નંબરે કિડનીની સમસ્યા હોય તો પણ તે લોકોએ બીટ ખાવું જોઈએ નહી, અને ખાવા જાય તો નુક્સાન પણ થઈ શકે છે. સામાન્ય રીતે, કિડની પથરી બે પ્રકારના હોય છે. પ્રથમ કેલ્શિયમ આધારિત અને બીજું ઓક્સાલેટ આધારિત. જો કોઈ વ્યક્તિને ઓક્સાલેટ આધારિત કિડની સ્ટોનની સમસ્યા હોય તો તેણે બીટરૂટ ખાવાનું ટાળવું જોઈએ.

આ પ્રકારે દરેક વ્યક્તિએ ફળોનું સેવન કરવું જોઈએ, પણ ક્યારે અને કેવી સ્થિતિમાં સેવન કરવું તેના માટે ડોક્ટર અથવા સલાહકારની જાણકારી જરૂરથી લેવી જોઈએ. કેટલાક લોકોને ફળોનું વધારે પડતું સેવન કરવાના કારણે પણ કેટલાક પ્રકારની સમસ્યા થતી હોય છે.

સંબંધિત લેખો

Most Popular