1. Home
  2. ગુજરાતી
  3. કાર્તિક આર્યન એ પોતાની અપકમિંગ ફિલ્મ ‘શેહઝાદા’ની રિલીઝ ડેટ જાહેર કરી- કેપ્શનમાં લખ્યું , ‘દુનિયાનો સૌથી ગરીબ પ્રિંસ’
કાર્તિક આર્યન એ પોતાની અપકમિંગ ફિલ્મ ‘શેહઝાદા’ની રિલીઝ ડેટ જાહેર કરી- કેપ્શનમાં લખ્યું , ‘દુનિયાનો સૌથી ગરીબ પ્રિંસ’

કાર્તિક આર્યન એ પોતાની અપકમિંગ ફિલ્મ ‘શેહઝાદા’ની રિલીઝ ડેટ જાહેર કરી- કેપ્શનમાં લખ્યું , ‘દુનિયાનો સૌથી ગરીબ પ્રિંસ’

0
Social Share
  • કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ શેહઝાદા
  • નવેમ્બર 2022મા ફિલ્મ થશે રિલીઝ

મુંબઈઃ-બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતા અભિનેતામાંના એક  છે. તે પોતાના વ્યાવસાયિક જીવન વિશેની વાતો પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર સતત શેર કરતા રહે છે.ત્યારે હવે કાર્તિકે આજે ફરી એક પોસ્ટ શેર કરી છે અને આ પોસ્ટ તેમની એપકમિંગ ફિલ્મ વિશે છે, ‘શેહઝાદા’ તેમની આગામી ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે સંબંધિત તેમણે ફેન્સને અપડેટ આપી છે.

આ ફિલ્મનું રોહિત ધવન દ્વારા  નિર્દેશન કરવામાં આવી રહ્યું છે. રોહિત ધવન 2016 ની એક્શન ફિલ્મ “ઢિશૂમ” અને રોમેન્ટિક-કોમેડી “દેશી બોયઝ” માટે જાણીતા બન્યા છે. આ ફિલ્મને ભૂષમ કુમાર અને અલ્લુ અરવિંદ અને અમન ગિલ સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે શહેઝાદા ફઇલ્મ એ સાઉથછ ફિલ્મના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘આલા વૈકુંઠાપુરામુલૂ’ની રિમેક છે,એ ફિલ્મ એક્શન અને મ્યૂઝિકથી ભરપુર હશે,ગઈકાલથી જ આશપિમ્નું મુંબઈમાં શૂટિંગ શરુ કરવામાં આવી ચૂક્યું છે,

https://www.instagram.com/kartikaaryan/?utm_source=ig_embed&ig_rid=be816087-7da4-430d-b83f-3bc76952fa56

કાર્તિકે પોસ્ટ શેર કરી છે જે પ્રમાણે તેમની આ ફિલ્મ 4 નવેમ્બર, 2022 ના રોજ રિલીઝ થશે. પોતાની ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરતા કાર્તિકે કેપ્શનમાં લખ્યું- ‘દુનિયાનો સૌથી ગરિબ પ્રિન્સ’

કાર્તિક આર્યનની ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કૃતિ સેનન જોવા મળશે . કાર્તિક-કૃતિ સહીત આ ફિલ્મમાં પરેશ રાવલ, મનીષા કોઈરાલા, રોનિત રોય અને સચિન ખેડેકરને પણ મહત્વનો રોલ પ્લે કરતા જાઈ શકાશે છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code