ઠંડી શરૂ થતાંની સાથે જ તમારા રોજિંદા આહારમાં કરો ફેરફાર ,આ પ્રકારના ખોરાક ને આપો મહત્વ
હાલ ખૂબ જ ઠંડીની મોસમ ચાલી રહી છે, ઠંડીના કારણે જાણે સવાર સવારમાં બેડમાંથી બહાર આવવાનું મન થાય તેવી સ્થિતિ હોતી નથી. જો કે આવી સ્થિતિમાં આપણે સવારે જાગીને આપણા હેલ્થ પર ઘ્યાન આપવાની જરુર છે, જો તમે ઠંડીમાં વધુ સુઈ રહેશો કે એક જ જગ્યાએ બેસી રહેશો તો તમારા પક જકડાય જશે એટલે તમારે ઠંડીમાં દરરોજ જાગીને થોડું ચાલવું જોઈએ સાથે હળવી સકરત પણ કરવી જોઈએ અને ખાસ બાબત એ કે ઠંડીમાં પોતાની ખાણી પીણી પર ખૂબ ધ્યાન આવું જોઈએ
તમારા ખોરાકમાં સામેલ કરો આટલી વસ્તુઓ
ઠંડીમાં તમારે બદામ ખાવી જોઈએ તેમાં ઘણાં ગુણોથી સમૃદ્ધ છે. તેનું નિયમિત સેવન અનેક રોગોથી બચવામાં મદદરુપ થઈ શકે છે. ઘણી વાર એવું માનવામાં આવે છે કે બદામ ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે, પરંતુ આ ડ્રાયફ્રૂટ અનેક રોગો સામે લડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
દૂધ – ઠંડીમાં રાત્રે સુતી વખતે દૂધ અવશ્ય પીવું જોઈએ,જો કે દીધને ગરમ કરીને તેમાં હળદર, મધ, ગોળ કે અંજીર સાથે પીવાથી વધુ ફાયદો થાય છે.
આદું – ઠંડીમાં આદુ આરોગ્ય માત્રે ઉત્તમ ગણાય છે.ખોરાકમાં આદુનો સમાવેશ કરવાથી ઘણી નાનીમોટી બીમારીઓથી બચી શકાય છે. તેનાથી શરીરને હૂંફ પ્રદાન કરે છે અને પાચનને પણ યોગ્ય રાખે છે.
ફળો – ઠંડીમાં ફળો ખાવાથઈ પણ ખૂબ ફાયદો થાય છે,આ સીઝનમાં તમારે ફળોની પસંદગીમાં ધ્યાન રાખવું પડશે. પપૈયુ બેસ્ટ છે. જે લોકોને શરદી રહેતી હોય, પરંતુ કફ પ્રકૃતિ ન હોય તેઓ સંતરા ખાઇ શકે.કફ થાય તેવા ફળો ટાળવા જોઈએ
લીલા શાક- શિયાળામાં પાલકની ભાજી,મેથીની ભઆજી અને લીલા ઘણા તથા લીલા લસણનો ખોરાકમાં ભરપુર ઉપયોગ કરવો જોઈએ આ સાથે જ અનેક લીલા પાનવાળા શાકભાજીથી શરીરને તંદુરસ્તી મળે છે
બાજરીના રોટલા – ઠંડીની સિઝનમાં રોટલીના બદલે બાજરીના રોટલા ખાવા જોઈએ કેટલાક અનાજ શરીરને સૌથી વધુ ગરમી આપે છે. બાજરી એક એવું અનાજ છે.. તેમાં ઘણાં તંદુરસ્ત ગુણધર્મો પણ છે. અન્ય અનાજની તુલનામાં બાજરીમાં પ્રોટીનનું પ્રમાણ સૌથી વધુ છે. તેમાં તે બધા ગુણો છે, જે આરોગ્યને યોગ્ય રાખે છે. બાજરીમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, ટ્રિપ્ટોફેન, ફાઈબર, વિટામિન-બી પણ પ્રાપ્ત થાય છે
ગોળ – ઠંડીમાં ગોળને આરોગ્ય માટે સૌથી બેસ્ટ ગણાય છે ખાતા સમયે તમે ગોળનું સેવન કરી શકો છો જે શરીરને ગરમી આપવાની સાથે અનેક ફાયદો પહોંચાડે છે.