1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રૂપિયા લઈને ઘેરબેઠા જ સર્ટી આપતી પરપ્રાંતની ચાર ફાર્મસી કોલેજોને બ્લેકલિસ્ટ કરાઈ
રૂપિયા લઈને ઘેરબેઠા જ સર્ટી આપતી પરપ્રાંતની ચાર ફાર્મસી કોલેજોને બ્લેકલિસ્ટ કરાઈ

રૂપિયા લઈને ઘેરબેઠા જ સર્ટી આપતી પરપ્રાંતની ચાર ફાર્મસી કોલેજોને બ્લેકલિસ્ટ કરાઈ

0
Social Share

અમદાવાદ: ગુજરાતના પાડોશી રાજ્યોમાં આવેલી ચાર જેટલી બોગસ કોલેજો દ્વારા રૂપિયા લઈને બોગસ સર્ટીફિકેટ્સ આપવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો છે. સીઆઇડી ક્રાઇમની તપાસમાં ગુજરાત બહારની ચાર કોલેજના નામ સામે આવ્યા છે. જેના પગલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ ચારેય કોલેજને બ્લેકલિસ્ટ કરી દીધી છે. ગુજરાતના કેટલાક લોકોએ આ પ્રકારની ઘરે બેઠા ડિગ્રી લીધી હોવાનું સામે આવતા આવા લોકો સામે પણ સીઆઇડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.   ગુજરાતમાં પણ આવું કોઈ રેકેટ કોઈ કોલેજ ચલાવે છે કે કેમ, તે દિશામાં ફાર્મસી કાઉન્સિલ તપાસ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ચાર કોલેજને બ્લેક લિસ્ટ કરાઈ છે. બ્લેક લિસ્ટ કરેલી ચાર કોલેજની ડિગ્રી હશે તો હવે ફાર્મસીનુ લાઇસન્સ નહી મળે. બ્લેક લિસ્ટ કરવામાં આવેલી તમામ કોલેજ રાજેસ્થાન અને પંજાબની છે. ગુજરાતના કેટલાક મોટી ઉંમરના લોકો રાજસ્થાન અને પંજાબની કોલેજો પાસેથી પૈસાના જોરે ડિગ્રી લઈ આવ્યા હતાં. જેને લઈને ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા ક્રોસ વેરીફીકેશન થતા ઘરે બેઠા ડિગ્રી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

ગુજરાત ફાર્મસી કાઉન્સિલના પ્રમુખે જણાવ્યું હતું કે, ઉદયપુરની પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી, સનરાઈઝ કોલેજ ઓફ ફાર્મસી રાજસ્થાન, પેસિફિક કોલેજ ઓફ ફાર્મસી, ઉદયપુર, નુરી કોલેજ ઓફ ફાર્મસી સામે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કાર્યવાહી કરી છે.  આ ચાર કોલેજ સામે ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

ગુજરાત ફાર્મસી કાઉન્સિલને બોગસ  ડિગ્રી આપતા હોવાની જાણ થઈ હતી.જે આધારે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આ ચાર કોલેજ વિરૂદ્ધ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી. વર્ષ 2018થી ત્રણ વર્ષ સુધી ચાલેલા કેસમાં ગુજરાત ફાર્મસી કાઉન્સિલને સફળતા મળી છે. મહત્વનું છે કે, હાલ તો સીઆઇડી ક્રાઇમની આ તપાસમાં કોલેજો નામ તો સામે આવ્યા છે સાથે સાથે ગુજરાતમાંથી ઘરેબેઠા ફાર્મસીની ડિગ્રી લેનાર લોકો સામે પણ તપાસ કરવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code