Homeગુજરાતીલાંબા સમયના બ્રેક બાદ અભિનેત્રી હંસિકા મોટવાની વાપસી - ઓટીટી પ્લેટફોર્મ પર...

લાંબા સમયના બ્રેક બાદ અભિનેત્રી હંસિકા મોટવાની વાપસી – ઓટીટી પ્લેટફોર્મ પર કરશે ડેબ્યુ

  • હવે અભિનેત્રી હંસિકા મોટવાની ઓટીટી પ્લેટફોર્મ પર મળશે જોવા
  • વેબસિરીઝના માધ્યમથી કરી રહી છે ડેબ્યુ

મુંબઈઃ- અભિનેત્રી હંસિકા મોટવાની કે જેણે ખૂબ જ નાની વયે બોલિવૂડમાં ઝંપલાવ્યું હતું, સિરીયલથી પોતાના કરિયરની શરુાત કરીને તેણે નાની વયે બોલિવૂડની ફિલ્મો કરી હતી ,હિમેશ રેશમિયા સાથેની તેની ફિલ્મથી તે જાણીતી બની હતી,જો કે છેલ્લા ઘણા સમયથી હંસિકા મોટવાની કોઈ ફિલ્મી પરડે કે ટીવી સિરીયલમાં જોવા મળી નથી ત્યારે હવે હંસિકા ઓટીટી પર ડેબ્યું કરવા જઈ રહી છે.

ડાયરેક્ટર એમ રાજેશની આગામી વેબ સિરીઝ ‘MY3’નું ટાઈટલ નક્કી થઈ ગયું છે. આ શ્રેણીમાં અભિનેત્રી હંસિકા મોટવાની, મુગેન રાવ, શાંતનુ અને આશના ઝવેરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

 રોમ-કોમ સિરીઝ એક અનોખી રોબોટિક લવ સ્ટોરી છે અને તેને OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. કાર્તિક મુથુકુમાર આ સિરીઝના સિનેમેટોગ્રાફર છે, જેમાં ગણેશનનું સંગીત અને આશિષનું એડિટિંગ જોવા મળશે. આ શ્રેણીનું નિર્માણ Trendloud દ્વારા કરવામાં આવી રહ્યું છે.

હંસિકાએ કહ્યું, “આ સિરીઝનો ભાગ બનવું એ સન્માનની વાત છે. નિર્દેશક એમ. રાજેશ સાથે કામ કરવાનો અદ્ભુત અનુભવ રહ્યો છે. હું અમારી ફિલ્મ ‘ઓરુ કલ ઓરુ કન્નડ’ પછી તેમની સાથે કામ કરવા ઉત્સુક છું.”ઉલ્લેખનીય છે કે આ વેબસિરીઝ હાસ્યથી ભરપુર હશે MY3 દર્શકો માટે એક નવો અનુભવ હશે. તે એક રોમ હશે. – કોમ સિરીઝ, જે આજના યુવાનોના જીવનનું નિરૂપણ કરશે.”

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img