Homeગુજરાતીડાયરેક્ટર રોહિત શેટ્ટીનું OTT પર ડેબ્યૂ - સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ...

ડાયરેક્ટર રોહિત શેટ્ટીનું OTT પર ડેબ્યૂ – સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર વેબસિરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’નું ટિઝર રિલીઝ‘

  • ઓટીટી પર જાયરેક્ટ રોહીત શેટ્ટીનું ડેબ્યૂ
  • સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ઈન્ડિયન પોલીસ ફોર્સનું ટિઝર રિલીઝ

 

મુંબઈઃ- શેરશાહ ફિલ્મથી એક આગવી ઓળખ બનાવનાર અભિનેતા સિદ્ધાર્થ મલવ્હોત્રા હવે વેબસિરીઝમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.જેનું નામ છે ઈન્ડિય પોલીસ ફોર્સ ,બીજી મહત્વની વાત એ છે કે આ સાથે જ મશબીર ડાયેર્કટર રોહિત શટ્ટીની પણ આ ઓટીટી પ્લેટ ફોર્મ પર ડેબ્યૂ સિરીઝ છે ,તેઓ આ વેબ સિરીઝના માધ્યમથી ઓટીટી પર આવી રહ્યા છે.

વિતેલા દિવસને મંગળવારે જ સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી અને ત્યારથી ચાહકો તેની ઝલક જોવા આતુર બન્યા હતા. ઈન્ડિય પોલીસ ફોર્સનું રોહિત શેટ્ટી દ્વારા મોટા પાયે શૂટિંગ કરવામાં આવી રહ્યું છે અને તેની પ્રથમ ઝલક પણ સામે આવી  ચૂકી છે.જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા રોહિત શેટ્ટીના OTT ડેબ્યુ શોમાં પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.

https://www.instagram.com/primevideoin/?utm_source=ig_embed&ig_rid=21889b69-588e-4f32-a004-d39365d5460c

ઈન્ડિયન પોલીસ ફોર્સના ટીઝરમાં  રોહિત શેટ્ટી પણ  એક્ટિંગ કરતા જોવા મળ્યા  છે. ફુલ-ઓન એક્શન મોડમાં જોવા મળતા રોહિત શેટ્ટીએ સિદ્ધાર્થ મલ્હોત્રાના પાત્રને શાનદાર સ્ટાઈલથી રજૂ કર્યું છે. આ સિરીઝનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને ટીઝરથી સ્પષ્ટ છે કે રોહિત તેમાં સંપૂર્ણ એક્શન સીન લાવી રહ્યા છે,ઉલ્લેખનીય છે કે એક્શનથી ભરપૂર ફિલ્મો બનાવવા માટે રોહીત શેટ્ટી આગવુ નામ ઘરાવે છે ત્યારે આ ટીઝર પરથી કહી શકાય કે આ વેબસિરીઝ પણ એક્શનથી ભરપુર હશે જ.

ઈન્ડિય પોલીસ ફોર્સનું આ શાનદાર  ટીઝર સામે આ રોહિત શેટ્ટી હોલીવુડની એક્શન ફિલ્મોની જેમ OTT ડેબ્યૂ માટે શૂટિંગ કરી રહ્યો છે.રોહિત શેટ્ટરી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની વેબ સિરીઝ હવે ટૂંક સમયમાં જ એમેઝોન પ્રાઇમ  જોવા મળએશ. જો કે હજુ તેની સત્તાવાર રીતે રિલીઝ ડેટ જાહેર કરવામાં નથી આવી.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular