અમદાવાદ,17 ઓક્ટોબર, 2026 : Special weekly train between Asarwa-Prayagraj દિવાળી અને છઠ્ઠ પૂજા માટે ઉત્તર પ્રદેશ જતા પરપ્રાંતના પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે અમદાવાદના અસારવાથી પ્રયાગરાજ વચ્ચે તા. 22મી ઓક્ટોબરથી તા. 26મી નવેમ્બર સુધી સ્પેશિયલ સાપ્તાહિક ફેસ્ટીવલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન બંને દિશામાં કુલ 12 ફેરા કરશે જેનું બુકિંગ 19 ઓક્ટોબરથી શરૂ થશે.
પશ્વિમ રેલવેની યાદીમાં જણાવાયા મુજબ અમદાવાદના અસારવાથી પ્રયાગરાજ વચ્ચે તા. 22મી ઓક્ટોબરથી તા. 26મી નવેમ્બર સુધી સ્પેશિયલ સાપ્તાહિક ફેસ્ટીવલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન અસારવાથી દર ગુરુવારે સવારે 8.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10.35 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. જ્યારે આ ટ્રેન પ્રયાગરાજથી દર બુધવારે સવારે 5 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 5.45 વાગ્યે અસારવા પહોંચશે. આ ટ્રેન 21 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી દોડશે.
આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં આવતા મુખ્ય સ્ટેશનો જેવા કે હિંમતનગર, લુસાડિયા, ડુંગરપુર, સેમારી, ઝાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપ નગર, માવલી જંક્શન, ચંદેરિયા, માંડલગઢ, બુંદી, કેશોરાયપાટન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડોન સિટી, બયાના, રૂપબાસ, ફતેહપુર સીકરી, ઈદગાહ આગ્રા, ટુંડલા, ફિરોઝાબાદ, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ અને ફતેહપુર સ્ટેશનો પર રોકાણ કરશે. મુસાફરોની સગવડ માટે આ ટ્રેનમાં એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે. તેમજ ટ્રેન માટેનું એડવાન્સ બુકિંગ આગામી 19 ઓક્ટોબરથી તમામ PRS કાઉન્ટરો તેમજ IRCTCની વેબસાઈટ પર શરૂ થઈ જશે.


