Homeગુજરાતીગુજરાતસૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બુધવારથી 16 બ્રાન્ચની પરીક્ષાઓનો પ્રારંભ થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બુધવારથી 16 બ્રાન્ચની પરીક્ષાઓનો પ્રારંભ થશે

રાજકોટ,17 ઓક્ટોબર, 2026 :  Saurashtra University conducts 16 branch exams સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 21 ઓક્ટોબરથી વિવિધ વિદ્યાશાખાઓના 16 કોર્સની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષામાં 32,644 વિદ્યાર્થીઓ આપશે. આ પરીક્ષામાં યુનિના પરીક્ષા વિભાગ દ્વારા એલએલબી સેમેસ્ટર ત્રણની પરીક્ષાના વિદ્યાર્થીઓને 21મી ઓક્ટોબરના બદલે ફેબ્રુઆરીની હોલ ટિકિટ આપી દેવામાં આવી હતી. જોકે ત્યારબાદ છબરડો સામે આવતા પરીક્ષા વિભાગ દ્વારા ભૂલ સુધારવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 21 મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી પરીક્ષામાં બી.એ.સેમેસ્ટર-5માં સૌથી વધુ 9,889 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે બી.કોમ.સેમેસ્ટર-5માં 10,047 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત બીસીએ સેમેસ્ટર-5માં 4,480, બીબીએ સેમેસ્ટર-5માં 2,815 અને એલએલબી સેમેસ્ટર-5માં 1,496 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બીએ સેમેસ્ટર-5 એક્સટર્નલમાં 1,583, બીએસ.સી.સેમેસ્ટર-5માં 889 અને બી.એસ.ડબલ્યુ. સેમેસ્ટર-5માં 320 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

આ ઉપરાંત અન્ય અભ્યાસક્રમોમાં બી.કોમ. સેમેસ્ટર-5 એક્સટર્નલમાં 229, બીઆરએસ સેમેસ્ટર-5માં 104, બીએસ.સી.એચ.એસ. સેમેસ્ટર-5માં 123, બીએસ.સી.આઇટી સેમેસ્ટર-5માં 346, બીએ એલએલબી સેમેસ્ટર-5થી 7-9માં 190 અને બીએ બીએડ સેમેસ્ટર-5થી 7માં 80 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે બીએ આઈડી સેમેસ્ટર-5માં 18 અને બીએસસી એમએસસી એપ્લાઇડ ફિઝિક્સ સેમેસ્ટર-5થી 7-9માં 35 વિદ્યાર્થીઓ નોંધાયા છે.આમ વિવિધ અભ્યાસક્રમોમાં કુલ 32,644 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular