Homeગુજરાતીગુજરાતગીર જંગલ પછી બરડાનું જંગલ બન્યું સિંહોનું નવું ‘ઘર’, 17 સિંહનો વસવાટ

ગીર જંગલ પછી બરડાનું જંગલ બન્યું સિંહોનું નવું ‘ઘર’, 17 સિંહનો વસવાટ

પોરબંદર, 12 ઓક્ટોબર, 2026 : After Gir forest, Barda forest became the new ‘home’ of lions એશિયાઇ સિંહો વિશ્વમાં માત્ર ગીરનાં જંગલમાં જ જોવા મળે છે. જોકે, સિંહો તેના પરંપરાગત વિસ્તારની બહાર વિસ્તરી રહ્યાં છે. આવા સમયે, બરડાનું જંગલ એશિયાઇ સિંહો માટે એક નવુ ‘ઘર’ બન્યું છે.  પોરબંદર અને દેવભૂમિ દ્વારા જિલ્લામાં પથરાયેલા બરડાનાં જંગલની ખડકાળ ટેકરીઓ સિંહોને માફક આવી ગઇ છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ, બરડા વન્યજીવ અભ્યારણ્ય સિંહોનાં લાંબા ગાળાના મહત્વપૂર્ણ આશ્રયસ્થાન તરીકે વિકસી શકે છે.

 સૌરાષ્ટ્રમાં આવેલું બરડા વન્યજીવ અભ્યારણ્ય 192.31 ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે અને તેનો મોટો હિસ્સો પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. આ અભ્યારણ્ય વનસ્પતિની અસાધારણ વિવિધતા ધરાવે છે અને અહીં અનેક પ્રકારની ઔષધીય વનસ્પતિઓ જોવા મળે છે, જેમાં પર્યાવરણીય તથા સંરક્ષણની દૃષ્ટિએ મહત્વપૂર્ણ પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે.

 વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશે વન્યજીવોના સંરક્ષણ અને રક્ષણ માટેના પ્રયાસોને વધુ વેગ આપ્યો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગીરનાં સિંહોનાં સંરક્ષણ માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી દ્વારા બરડા જંગલમાં વસતા માલધારીઓ માટે એક પુન:વસન યોજના જાહેર કરવામાં આવી છે અને બરડાનું જગંલ સિંહો માટે સુરક્ષિત નવુ ઘર બન્યું છે.

 તાજેતરમાં થયેલા અભ્યાસ અનુસાર, બરડાનાં જંગલમાં સિંહોને લાંબાગાળા સુંધી ટકાવી રાખવા માટે જરૂરી આવાસ, પૂરતો શિકાર અને અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ ઉપલબ્ધ છે.  આ અભ્યાસમાં આશરે 144 વર્ષનાં અંતરાય બાદ બરડાનાં જંગલમાં ફરી પાછી ફરેલા સિંહોના વિસ્તારના ઉપયોગ, આવાસની પસંદગી અને આહારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

  વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “એશિયાઇ સિંહોના સંરક્ષણની દૃષ્ટિએ આ ખૂબ જ મહત્વપૂર્ણ સંશોધન છે. હવે સિંહોની વસતી માત્ર ગીરનાં જંગલમાં પૂરતી સીમિત રહી નથી. ગીરનાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાંથી વિખેરાઈને આવતા સિંહો માટે બરડાનું જંગલ બીજુ ઘર બન્યું છે. ગુજરાતમાં એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે અને સિંહોના લાંબા ગાળાના અસ્તિત્વ માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે.”

 જૂનાગઢ વન વર્તુળનાં વન સંરક્ષક અને અભ્યાસના એક લેખક મોહન રામે (IFS) જણાવ્યું કે, “બરડા વન્યજીવ અભયારણ્યમાં હાલમાં 17 સિંહો છે. સંશોધન માટે છ સિંહો—એક નર અને પાંચ માદા—ને રેડિયો-કોલર કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2023થી જુલાઈ 2025 દરમિયાન તેમના 1.69 લાખથી વધુ GPS લોકેશન મેળવવામાં આવ્યા હતા. તારણો દર્શાવે છે કે, સિંહો બરડાનાં જંગલોમાં ઘાસિયા વિસ્તારોનો સક્રિયપણે ઉપયોગ કરે છે. સિંહો પોતાની હોમ રેન્જ સ્થાપિત કરી રહ્યા છે અને સામાજિક જોડાણો વિકસાવી રહ્યા છે.”

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular