ગાંધીનગર, 12 ઓક્ટોબર, 2026 : Average voter turnout in 6 municipal elections including GMC is 60 percent રાજ્યમાં ગાંધીનગર મ્યુનિકોર્પોરેશન, અને ઓખા, ધરમપુર, છોટા ઉદેપુર અને બાયડ સહિત 5 નગરપાલિકાની તેમજ પંચાયતોની બેઠકોની પેટા ચૂંટણીઓ રવિવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. આ ચૂંટણીઓમાં સરેરાશ મતદાન 60 ટકા નોંધાયું છે. અને કૂલ ૧૦૫ બેઠકો માટે ૨૭૮ ઉમેદવારોના ભાવિ EVMમાં બંધ થયા છે. આગામી ૧૩ ઓક્ટોબરને મંગળવારે મત ગણતરી થશે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણી યોજાતા આ ચૂંટણીમાં સરેરાશ 59.25% મતદાન નોંધાયું છે. જેમાં વોર્ડ 4 માં સૌથી વધુ 74.78% અને વોર્ડ 5 માં સૌથી ઓછું 48.43% મતદાન થયું છે. પેથાપુર કુમાર શાળા ન.2માં આજે મતદાન સમયે હોબાળો થયો હતો. ભાજપનું ટોળું મથદાન મથકમાં ઘૂસી જતા કોંગ્રેસના ઉમેદવારે તેમનો વિરોધ કર્યો હતો. પોલીસની હાજરીમાં ભાજપનું ટોળું મતદાન મથકમાં ઘુસી જતા સૂર્યશીહ ડાભીએ ભાજપ પર બુથ કેપ્ચરિંગનો પ્રયાસ કર્યાના આરોપ મુક્યા હતા. સૂર્યસિંહએ આક્ષેપ કર્યો હતો કે, વોર્ડ નં 2માં તેમના ચૂંટણી એજન્ટનો મોબાઈલ ઝૂંટવી લેવાયો હતો. ત્યારે મતદાર સિવાય બહારના અન્ય કોઈ વ્યક્તિને મતદાન મથકમાં પ્રવેશ કેવી રીતે મેળવી શકે તેવા સવાલો કોંગ્રેસના ઉમેદવારે ઉઠાવતા પોલીસ સક્રિય થઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓની સામાન્ય અને પેટાચૂંટણીઓ માટે યોજાયેલી મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી, ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન સહિત ઓખા, ધરમપુર, મહેસાણા, છોટા ઉદેપુર અને બાયડ નગરપાલિકાઓની વિવિધ બેઠકો માટે તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાણવડ બેઠક અને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા 105 બેઠક પર 278 ઉમેદવારના ભાવિ EVMમાં બંધ થયા હતા, હવે મંગળવારે 13મી ઓક્ટોબરે મત ગણતરીના દિવસે ચૂંટણીમાં કોની જીત અને કોની હાર એ નક્કી થશે.


