Homeગુજરાતીગુજરાતસૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાતા ધોળીધજા ડેમમાં સૌની યોજનાનું પાણી ન છોડાતા તળિયા દેખાયા

સૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાતા ધોળીધજા ડેમમાં સૌની યોજનાનું પાણી ન છોડાતા તળિયા દેખાયા

સુરેન્દ્રનગર, 12 ઓક્ટોબર, 2026 : The bottom of Dholidhaja Dam was visible શહેરનો ધોળી ધજા ડેમ એ સૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાય છે. ધોળીધજા ડેમમાં નર્મદાના નીર ઠાલવીને સૌરાષ્ટ્રના જિલ્લામાં સૌની યોજના હેઠણ પાણી આપવામાં આવે છે. પણ છેલ્લા કેટલાક સમયથી સૌની યોજનામાં પાણી છોડવાનું બંધ કરી દેવાતા ડેમની સપાટી ઘટીને માત્ર 15 ફૂટ પર પહોંચી છે. અને ડેમના તળિયા દેખાવા લાગ્યા છે.

ઝાલાવાડ પંથકમાં આ વર્ષે વરસાદની સરેરાશ 25 ટકા ઘટ છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મૂળી, ચોટીલા તાલુકામાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. જેની સીધી અસર ધોળીધજા ડેમ પર પડી છે. ભોગાવો નદી પર આવેલો આ ડેમ સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના 500થી વધુ ગામડાઓ માટે પીવાના પાણીનો મુખ્ય આધાર છે. દર વર્ષે ચોમાસામાં ડેમ છલકાઈ જતો હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા ડેમમાં નવા નીરની આવક જ થઈ નથી.

ધોળીધજા ડેમમાંથી સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાણી છોડવામાં આવતું હતું. પરંતુ ડેમમાં પાણીનું સ્તર તળિયે પહોંચી જતા તંત્ર દ્વારા સૌની યોજનામાં પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે માત્ર પીવાના પાણી માટે જ ડેમના પાણીનો ઉપયોગ કરવામાં આવશે.

ધોળીધજા ડેમમાંથી સુરેન્દ્રનગર શહેર, વઢવાણ શહેર, વઢવાણ તાલુકાના ખમીસાણા, અનિંદ્રા, ખોડુ, બલદાણા, મેમકા, લખતર તાલુકાના લખતર, તાવી, કડુ, ચોટીલા તાલુકાના મોટા ભાગના ગામો તેમજ મૂળી તાલુકાના સરા, દિઘડીયા, ગગુદડ સહિત 500થી વધુ ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકાના કેટલાક ગામોમાં પણ આ ડેમથી પાણી પહોંચે છે. હવે ડેમ ખાલી થતા આ તમામ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ઉપરાંત ડેમની સપાટી 15 ફૂટે પહોંચી જતા સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં પણ હવે પાણી કાપ મૂકવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ પાણીની અછતના કારણે હવે બે દિવસે કે ત્રણ દિવસે પાણી આપવું પડે તેવી શક્યતા છે. તંત્ર દ્વારા પણ આ અંગે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular