Homerevoinewsરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 'JOIN RSS 'વિજયાદશમી ઉત્સવનું આયોજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ‘JOIN RSS ‘વિજયાદશમી ઉત્સવનું આયોજન

અમદાવાદ, 13 ઑક્ટોબર, 2026 – ‘JOIN RSS’ Vijayadashami festival રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નારણપુરા ભાગ JOIN RSS દ્વારા આજરોજ તારીખ ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવારના રોજ ‘વિજયાદશમી ઉત્સવ’. નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના સ્વયંસેવકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ખાસ કરીને વિવિધ શાળાઓના ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ જોડાતા વાતાવરણ રાષ્ટ્રભક્તિ અને ઉત્સાહથી ગૂંજી ઊઠ્યું હતું.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અમદાવાદ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના શ્રી હર્ષભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકો સાથે અત્યંત સહજ ભાષામાં સંવાદ સાધી સ્કૂલ, શિક્ષણ, સંસ્કાર તેમજ માતા-પિતા અને ગુરુજનો પ્રત્યે આદર-પ્રણામ જેવા મૂલ્યો પર ભાર મૂક્યો હતો. તેમણે બાળકોને દૈનિક જીવનમાં ઉપયોગી થાય તેવી 5 મુખ્ય પ્રતિજ્ઞા લેવડાવી હતી.

'JOIN RSS' Vijayadashami festival organized by the Rashtriya Swayamsevak Sangh
‘JOIN RSS’ Vijayadashami festival organized by the Rashtriya Swayamsevak Sangh

કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી પ્રદીપભાઈ જૈન (ટ્રસ્ટીશ્રી, VSK) એ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં સંઘની સ્થાપના, તેનો ઇતિહાસ અને સંઘર્ષની ગાથા સરળ ભાષામાં રજૂ કરી હતી. તેમણે સંઘ દ્વારા પ્રસ્તાવિત ‘પંચ પરિવર્તન’ ના વિષયો પર બાળકો અને ઉપસ્થિત સ્વયંસેવકોનું ધ્યાન દોર્યું હતું. બાળકો અને સ્વયંસેવકોએ અત્યંત એકાગ્રતા અને ઉત્સાહ સાથે વક્તાશ્રીના વિચારો શ્રવણ કર્યા હતા.

આ ઉત્સવમાં નારણપુરા ભાગના માનનીય સંઘચાલકજી શ્રી હર્ષભાઈ શાહ, ભાગ કાર્યવાહ શ્રી દીપકભાઈ પટેલ, સહ ભાગ કાર્યવાહ શ્રી જીગરભાઈ પટેલ, ભાગ પ્રચારક શ્રી વિજયભાઈ ઠક્કર તેમજ પ્રાંત નશા મુક્તિ સંયોજક શ્રી ઘનશ્યામભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વયંસેવકોનો અપાર ઉત્સાહ અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું.

આ પણ વાંચોઃ આ ભવ્ય વિજય જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાની વધુ મોટી જવાબદારી છેઃ જગદીશભાઈ વિશ્વકર્મા

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular