જ્યારે ફરવાની વાત આવે ત્યારે લોકો એવું પસંદ કરતા હોય છે કે જ્યાં સુંદરતા અને સફાઈ હોય. લોકોને આ પ્રકારના સ્થળોમાં ફરવાનું વધારે પસંદ આવે છે અને તેના કારણે આ સ્થળો પર ભારે સંખ્યામાં ભીડ પણ જોવા મળતી હોય છે. તો જે લોકો આવા સ્થળ પર ફરવા ગયા નથી અને હવે ફરવા જવાનો પ્લાન બનાવે છે તો તે લોકો આ સ્થળોની મુલાકાત લઈ શકે છે.
ઈડુક્કી, કેરળના સૌથી પ્રાકૃતિક રીતે સમૃદ્ધ ક્ષેત્રોમાંથી એક છે. ઈડુક્કીનો વધારે ભાગ જંગલોથી ઘેરાયેલો છે. ઈડુક્કી કુરવન કુરથી પર્વત પર બનેલો 650 ફીટ લાંબો અને 550 ફીટ ઊંચો મેહરાબદાર ડેમ માટે જાણીતો છે. જે ભારતના સૌથી મોટા બંધ તરીકે જાણીતું છે.
કૂનૂર પશ્વિમી ઘાટનો બીજો સૌથી મોટું હિલ સ્ટેશન છે. કૂનૂર 1930 મીટરની ઊંચાઈ પર અને ઉટ્ટીથી 19 કિમી દૂર છે. અહીંના ચા ના બગીચાઓ છે. કૂનૂર હિલ સ્ટેશનો આકર્ષણોથી યુકત છે. અહીં આખા વર્ષમાં ઠંડુ વાતાવરણ હોય છે. ઉનાળામાં ફરવા માટે આ બેસ્ટ જગ્યા છે. કૂનૂર નીલગીરી પહાડો અને કેથરીન ધોધના સુંદર નજારા માટે જાણીતું છે.
કૌસાની અલ્મોડાથી 51 કિમી દૂર ઉત્તરાખંડના બાગેશ્વર જીલ્લામાં આવેલ એક હિલ સ્ટેશન છે. કૌસાનીમાં હિમાલયના ત્રિશૂલ, પંચુલી અને નંદા દેવી જેવા શાનદાર નાજારાઓ જોવા મળે છે. અહીંના સુંદર નજારાઓ લોકોને મંત્રમુગ્ધ કરી નાંખે છે. લોકોને આ જગ્યા ખુબ પંસદ આવે છે. ઊંચાઈ પર પાઈનના જંગલો વચ્ચે આવેલું કૌસાની પ્રકૃતિ પ્રેમીઓ, પ્રવાસીઓ અને હનીમૂન પર આવનારા કપલ માટે બેસ્ટ જગ્યા છે. આ જગ્યાનું નામ પહેલા ‘વલના’ હતું. અહીં શિયાળામાં બરફ વર્ષા પણ થાય છે. કૌસાની અનેક આકર્ષણોથી ભરેલું છે. અહીંનો સૂર્યાસ્તનો નજારો જોવાલાયક હોય છે.