1. Home
  2. ગુજરાતી
  3. ઘી પણ ત્વચા, વાળ અને હોઠ માટે ફાયદાકારક છે,જાણો કેવી રીતે
ઘી પણ ત્વચા, વાળ અને હોઠ માટે ફાયદાકારક છે,જાણો કેવી રીતે

ઘી પણ ત્વચા, વાળ અને હોઠ માટે ફાયદાકારક છે,જાણો કેવી રીતે

0
Social Share

ત્વચાની અને વાળની કાળજી રાખવા માટે મહત્વનું હોય છે ડાયટ, આવામાં જો વાત કરવામાં આવે ‘ઘી’ની તો તેના પણ અનેક ફાયદ છે જેના વિશે જાણકોર દ્વારા અનેક વાત કહેવામાં આવી છે. જાણકારોના કહેવા પ્રમાણે પાચનક્રિયાને રેગ્યુલર કરવા, હાડકાં મજબૂત બનાવવા, ન્યૂટ્રિશન્સ મળી રહે તે માટે, ઘી ખાવું ખુબ જરુરી છે.

ડાર્ક સર્કલ્સને દૂર કરવાનો આ બેસ્ટ ઘરગથ્થુ ઉપચાર છે. એક ટીપું ઘી લઈને તેને આંખની નીચે લગાવો અને આખી રાત રહેવા દો. બીજા દિવસે સવારે ચહેરો ધોઈ નાખો. રેગ્યુલર આમ કરવાથી તમારા ડાર્ક સર્કલ્સ ગાયબ થઈ જશે અને ત્વચાની ચમક પણ વધશે. સાથે સાથે બે ચમચી ઘીને ગરમ કરો. તમે ઈચ્છો તો ગરમ ઘીમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો. આ મિક્ષ્ચરને શરીર પર અને ચહેરા પર લગાવો. 15 મિનિટ સુધી રહેવા દો અને પછી ધોઈ નાખો.

સુંદર વાળ માટે તમે સ્કેલ્પ પર ઘી લગાવી શકો છો. ઘી તમારા માથાની ચામડીને મોશ્ચ્યુરાઈઝ કરશે અને તેના કારણે વાળ ચમકદાર અને મુલાયમ બનશે. ઘીમાં હાજર વિટામિન A અને વિટામિન E પણ વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે. જો વાળમાં ઘી લગાવવામાં આવે તો તેમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ વાળની ​​શુષ્કતા દૂર કરે છે. આ ઉપરાંત ઘણા લોકોને સ્કીન ડ્રાઈનેસ અને ચેપને કારણે ત્વચા પર લાલ ચાઠા થવાની સમસ્યા હોય છે. આવી સ્થિતિમાં, જો તમે અન્ય ક્રીમની જગ્યાએ ઘીનો ઉપયોગ કરો છો, તો ત્વચા પર દેખાતા લાલ ડાઘ દૂર થઈ જશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code