Homeગુજરાતી'મેં ઈન્દિરાજી કી બહુ હું, કીસી સે નહી ડરતી' - ઈડીની પૂછપરછ...

‘મેં ઈન્દિરાજી કી બહુ હું, કીસી સે નહી ડરતી’ – ઈડીની પૂછપરછ પહેલા સોનિયા ગાંઘીનો જૂનો વીડિયો વાયરલ

  • ઈડીની પૂછપરછ પહેલા ઈન્દિરા ગાંધીનું જૂનુ  નિવેદન સામે આવ્યું
  • કહ્યું હું ઈન્દિરા ગાંઘીની વહુ છુ કોઈથી ડરતી નથી

દિલ્હીઃ-નેશનલ હેરાલ્ડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ  કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ઘણી વખત સમન્સ પાઠ્વ્યું છે ત્યારે આ મામલે આજે સોનિયા ગાંઘીની પૂછપરછ કરવામાં આવશે.

 આવી સ્થિતિ સર્જાતા કોંગ્રેસના સ્ભયો એકતા વ્યક્ત કરતા, દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.કોંગ્રેસ પાર્ટી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તેમની સામેની તપાસ સામે વાંધો ઉઠાવી રહી છે.

જો કે સોનિયા ગાંઘીની પૂછપરછ થાય તે પહેલા જ  કોંગ્રેસ એધ્યક્ષ સોનિયાનો બહાદૂરી બતાવતો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમણે કહ્યું કે હું ઈન્દિરા ગાંઘીની વહુ છું હું કોઈનાથી પણ ડરતી નથી.

ઉલ્લેખનીય છે કે  કોંગ્રેસના નેતાઓ પર  છેતરપિંડી અને નાણાની ગેરઉપયોગ દ્વારા હડપ કરવાનો આરોપ છે. નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ED આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરશે. ત્યારે સોનિયાનો આ જૂનો વીડિયો વાયરલ થતો જોવા મળ્યો છે.

આ પહેલા ઈડીએ રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરી છે. રાહુલ ગાંધીની લગભગ 50 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સોનિયા ગાંધીની પણ આજે પૂછપરછ કરવામાં આવશે. અગાઉ, સોનિયા 8 જૂને ED સમક્ષ હાજર થવાની હતી. જો કે કોરોના પોઝિટિવ હોવા બાદ તબિયત ન સારી હોવાના કારણે તે ઈડી સમક્ષ હાજર રહી શકી નહોતી.

 

 

સંબંધિત લેખો

Most Popular