Homeગુજરાતીગુજરાતવડોદરામાં રેલવે સ્ટેશન નજીક રિક્ષાઓના આડેધડ પાર્કિંગ સામે ટ્રાફિક પોલીસ ડ્રાઈવ

વડોદરામાં રેલવે સ્ટેશન નજીક રિક્ષાઓના આડેધડ પાર્કિંગ સામે ટ્રાફિક પોલીસ ડ્રાઈવ

વડોદરા, 7 ઓક્ટોબર, 2026 : Traffic police drive against indiscriminate parking of rickshaws near railway station  શહેરના ટ્રાફિકથી વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશનની બહાર રિક્ષાઓના આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની હતી. અને અંગે ફરિયાદો ઊઠતા શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝૂંબેશ શરૂ કરીને 100થી વધુ રિક્ષાઓ ડિટેઈન કરીને અન્ય રિક્ષાચાલકોને પણ મેમો ફટકારતા રિક્ષાચાલકોમાં પફડાટ વ્યાપી ગયો હતો.

શહેરના રેલવે સ્ટેશન પરિસરમાં તેમજ તેની આસપાસ વિસ્તારોમાં પુર ઝડપે રિક્ષાઓ હંકારવી, આડેધડ પાર્કિંગ કરવા, અને રેલવે સ્ટેશનથી બહાર નિકળતા પ્રવાસીઓના રસ્તા અવરોધવા સહિતની ફરિયાદો મળતા શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. ડ્રાઇવ દરમિયાન માત્ર આડેધડ પાર્કિંગ કરનાર જ નહીં, પરંતુ યોગ્ય લાયસન્સ, પરમિટ, પીયુસી કે અન્ય જરૂરી દસ્તાવેજો વગર વાહન ચલાવતા રિક્ષા ચાલકોને પણ પકડી પાડવામાં આવ્યા હતા અને રિક્ષાચાલકોને દંડનીય મેમો ફટકારી કાયદાનું ભાન કરાવ્યુ હતું.

ટ્રાફિક પોલીસની આ અચાનક અને કડક કાર્યવાહીથી સ્ટેશન વિસ્તારના અસામાજિક કે નિયમભંગ કરતા રિક્ષા ચાલકોમાં ભારે ફાળ પડી ગઈ હતી. પોલીસે સ્પષ્ટ ચીમકી આપી છે કે શહેરના જાહેર માર્ગો પર વાહનવ્યવહાર સરળ રહે અને પ્રવાસીઓની સુરક્ષા જળવાય તે માટે આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વાહનચાલકને બક્ષવામાં આવશે નહીં.

વડોદરા રિક્ષા એસોસિયેશન દ્વારા અવારનવાર માંગણી કરવામાં આવે છે સ્ટેશન વિસ્તારમાં તેઓ માટે અલાયદુ પાર્કિંગ ફાળવવામાં આવે. રિક્ષા ચાલકો આ અંગે પોલીસ કમિશનર તેમજ કોર્પોરેશનને પણ લેખિતમાં જાણ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular