1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુરમાં માલણ દરવાજા પાસેની ડમ્પિંગ સાઈટ હટાવવાની વર્ષો જુની માગણીનો કોઈ ઉકેલ આવતો નથી
પાલનપુરમાં માલણ દરવાજા પાસેની ડમ્પિંગ સાઈટ હટાવવાની વર્ષો જુની માગણીનો કોઈ ઉકેલ આવતો નથી

પાલનપુરમાં માલણ દરવાજા પાસેની ડમ્પિંગ સાઈટ હટાવવાની વર્ષો જુની માગણીનો કોઈ ઉકેલ આવતો નથી

0
Social Share

પાલનપુરઃ શહેરમાં ડમ્પિંગ સાઈટ હટાવવાનો પ્રોજેક્ટ વર્ષોથી સરકારમાં ધૂળ ખાઈ રહ્યો છે. પાંચ વર્ષ પહેલા ડમ્પિંગ સાઈટ હટાવવા રાજ્ય સરકારમાં દરખાસ્ત થઈ હતી. જેને સરકારે મંજૂરી આપ્યા બાદ ટેન્ડરિંગ થયું હતું. જોકે એજન્સી દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરી નહતી. જે બાદ ફરી નવી એજન્સી માટેની દરખાસ્ત કરવામાં આવી હતી તે પણ હજુ સરકારમાં પેન્ડિંગ છે. હવે ચૂંટણી ટાણે જ પાલનપુરના શહેરીજનોએ ડમ્પિંગ સાઈટ હટાવવાની માગણી પ્રબળ બનાવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  પાલનપુર શહેરના માલણ દરવાજા પાસે ડમ્પિગ સાઈટ હટાવવાની વર્ષોથી માગણી કરવામાં આવી રહી છે. ડમ્પિગના લીધે રોડ પરની અવરજવર પણ બંધ થઈ ગઈ છે. આ સાઈટને માલણ દરવાજા થી ખસેડીને અન્યત્ર લઈ જવા માટેની દરખાસ્ત કેટલાક વર્ષોથી રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે. હાલમાં ડમ્પીંગ સાઈડના લીધે 20 થી વધુ પાલનપુર શહેરના વિસ્તારો રામપુરા સદરપુર બન્ને ગામડા દમની બીમારીનો સામનો કરી રહ્યા છે. 24 કલાક ડમ્પીંગ સાઈડ પર સળગતા ધુમાડાના લીધે રહીશોનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે. ભૂતકાળમાં અનેક વાર આંદોલનો થયા, રસ્તા રોકો આંદોલન થયા,આવેદનપત્રો અપાયા પરંતુ સ્થાનિક સબળ નેતાગીરીના અભાવે નક્કર પરિણામ મળ્યું નથી.

વડાપ્રધાન મોદી અંબાજીની મુલાકાતે આવ્યા તે પહેલા જ અંબાજીમાં રાતોરાત ડમ્પીંગ સાઈટ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે અંબાજી ડમ્પિંગ સાઈટનો કચરો અન્યત્ર ઠાલવવામાં આવ્યો હતો જેનો કાયમી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. અત્યારે પાલનપુરમાં લાખો ટન 40 વર્ષ જૂનો કચરો હવે પહાડમાં પરિવર્તિત થઈ રહ્યો છે અને ડમ્પીંગ સાઈટની આસપાસ રહેણાંક વિસ્તારો વધી રહ્યા છે. જેનો સરકારે યોગ્ય ઉકેલ લાવવો જોઈએ. તેવી માગ ઊઠી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code