Homeગુજરાતીગુજરાતહિરાબાની તબિયત લથડતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરીને ઝડપથી સાજા થાય તે...

હિરાબાની તબિયત લથડતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરીને ઝડપથી સાજા થાય તે માટે પ્રાથના કરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિરાબાની તબિયત લથડતા અમદાવાદની હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યાં હતા. દરમિયાન આ અંગેની જાણ થતા વડાપ્રધાન પણ અમદાવાદ દોડી આવ્યાં હતા. તેમજ તબીબોને મળીને માતાના આરોગ્ય અંગે માહિતી મેળવી હતી. દરમિયાન કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને હિરાબા જલ્હીથા સાજા થઈ જાય તેવી પ્રાથના કરી હતી.

રાહુલ ગાંધીએ પીએમ મોદીના માતા હિરાબાની તબીયત લથડવા અંગે ચિંતા વ્યક્ત કરીને તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાથના કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, એક માતા અને દીકરા વચ્ચેનો પ્રેમ અનંત અને અનમોલ હોય છે. મોદીજી આ મુશ્કેલ ભર્યા સમયમાં મારો પ્રેમ અને સમર્થન આપની સાથે છે અને ભગવાનને પ્રાથના કરું છે કે, આપની માતાજી ઝડપથી સાજા થઈ જાય.

સંબંધિત લેખો

Most Popular