1. Home
  2. ગુજરાતી
  3. ભારતની એક ઈંચ જમીન ઉપર કબજો કરવાની કોઈની હિંમત નથીઃ અમિત શાહ
ભારતની એક ઈંચ જમીન ઉપર કબજો કરવાની કોઈની હિંમત નથીઃ અમિત શાહ

ભારતની એક ઈંચ જમીન ઉપર કબજો કરવાની કોઈની હિંમત નથીઃ અમિત શાહ

0
Social Share

બેંગ્લોરઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કોઈની પણ ભારતીય સરહદમાં ઘૂસવાની હિંમત નથી. ભારત-ચીન સરહદને લઈને મને બિલકુલ ચિંતા નથી. તેનું કારણ છે ITBP જવાન, જેમને આપણે હિમવીર પણ કહીએ છીએ. જ્યારે ITBના જવાનો બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. જેથી સરહદ પર એક ઇંચ પણ જમીન કબજે કરવાની કોઈની હિંમત નથી.

અમિત શાહે બેંગલુરુના દેવનહલ્લીમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ITBP એક એવું દળ છે જે તમામ સુરક્ષા દળોમાં સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાં રક્ષણ આપે છે. માઈનસ 42 ડિગ્રી તાપમાનમાં દેશની રક્ષા કરવાની આપણે કલ્પના પણ કરી શકતા નથી. આ માટે ખૂબ જ મજબૂત મનોબળ અને ઉચ્ચ સ્તરની દેશભક્તિ હશે. ઉલ્લેખનીય છે કે તવાંગમાં ગત દિવસોમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને ત્યાંથી ભગાડી દીધા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે ITBPએ કઠોર ભૌગોલિક પરિસ્થિતિઓમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ITBP જવાનોની બહાદુરી જ છે કે ભારતના લોકો તેમને હિમવીર તરીકે ઓળખે છે. હું માનું છું કે આ પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ કરતાં પણ મોટું ઉપનામ છે જે ભારતના લોકોએ આપણા ITBP જવાનોને આપ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code