1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ સહિત રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ઠેર-ઠેર નાકાબંધી કરાઈ
અમદાવાદ સહિત રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ઠેર-ઠેર નાકાબંધી કરાઈ

અમદાવાદ સહિત રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ઠેર-ઠેર નાકાબંધી કરાઈ

0
Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વર્ષ 2022ને ગુડબાય કરીને નવા વર્ષ 2023ને આવકારવા માટે યુવાવર્ગ થનગની રહ્યો છે, અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળ ઉપર નવા વર્ષને આવકારવા માટે પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ દારૂની રેલમછેલને અટકાવવા માટે પોલીસે ઓપરેશન શરૂ કર્યું છે. તેમજ ઠેર-ઠેર નાકાબંધી કરીને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાત્રિના સમયે દારૂ પીને છાકટા બનતા નબીરાઓને ઝડપી લેવા માટે બ્રેથએનેલાઈઝર સાથે પોલીસને તૈનાત કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં ન્યૂ યર પાર્ટીને પગલે ગુજરાત પોલીસ દ્વારા જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ જવાનો દ્વારા વિવિધ ચેકપોસ્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ પ્રકારના જાહેર સ્થળો પર ચેકિંગ વધારવામં આવ્યું છે. ટ્રાફિક કંટ્રોલ માટે CCTV નેટવર્કનો ઉપયોગ કરાશે. દરેક જિલ્લાના CCTV ફૂટેજનું કંટ્રોલ ગાંધીનગરથી થશે. આતંકી પ્રવૃતિ પર ન્યૂયર પાર્ટીમાં ખાસ ધ્યાન રખાશે. મહિલાઓની સુરક્ષાને લઈને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં 600 શી ટીમ તૈનાત કરવામાં આવી છે. ચાર દિવસમાં વિદેશી દારૂને લગતા 650 કેસ કરવામાં આવ્યા છે. વાહન ચેકિંગ અને નાકાબંધી કરવાની સૂચના આપવામાં આવી છે. પડોશી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પાર્ટી કરીને પરત ફરતા લોકો માટે પણ પોલીસ દ્વારા કવાયત શરૂ કરી છે. પોલીસે દારૂની રેલમછેલ અટકાવવા માટે છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ સઘન તપાસ કરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code