1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરભારત ઠંડીનો કહેર – દિલ્હી એરપોર્ટે ગાઢ ઘુમ્મસને લઈને એલર્ટ આપ્યું
ઉત્તરભારત ઠંડીનો કહેર – દિલ્હી એરપોર્ટે ગાઢ ઘુમ્મસને લઈને એલર્ટ આપ્યું

ઉત્તરભારત ઠંડીનો કહેર – દિલ્હી એરપોર્ટે ગાઢ ઘુમ્મસને લઈને એલર્ટ આપ્યું

0
Social Share
  • ઉત્તરભારતમાં ઠંડીનો કહેર
  • ગાઢ ઘુમ્મસને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો

દિલ્હી- દેશભમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છએ ત્યારે ઉત્તરભારતમાં ભઆરે છંડી જોવા મળી રહી છએ તો સાથે ઘુમ્મસ પણ છવાયું છે,ગાઢ ઘુમ્મસના કારણે વિમાન સેવા અને ટ્રેન સેવા પર અસર પડી રહી છે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેરનો પ્રકોપ ચાલુ છે અને હાલમાં તેનાથી કોઈ રાહત નથી.

ગાઢ ઘુુ્મસને લઈને દિલ્હી એરપોર્ટે આજે સવારે મુસાફરો માટે ફોગ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે, તેમણે માહિતી આપી છે કે આ સમયે તમામ ફ્લાઇટ્સનું સંચાલન સામાન્ય રીતે થતું જોવા મળે  છે, તેમ છતાં મુસાફરોએ સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવા જણાવ્યું હતું  આ ઉપરાંત ધુમ્મસના કારણે ઉત્તર રેલવેની 12 ટ્રેનો મોડી ચાલી રહી છે અને બે ટ્રેનોનું સમયપત્રક બદલાઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં દેશભરમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના કારણે જુદા-જુદા રાજ્યોમાં શાળાઓ બંધ કરવાની સૂચના અપાઈ છે. ઘણા રાજ્યોમાં તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ છે, જ્યારે કેટલાક રાજ્યોમાં વહીવટી સ્તરે નિર્ણય લેવા માટે આદેશ અપાયો છે.આ સ્થિતિમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં કેટલા દિવસો સુધી શાળાઓ બંધ રખાઈ છે.

ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે બુધવારે દિલ્હીમાં પારો નૈનીતાલ, દેહરાદૂન, જમ્મુ, કટરા, અમૃતસરથી નીચે ગયો હતો. બુધવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 4.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનનો સૌથી ઠંડો દિવસ હતો.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code