
કોરોનાના કહેર વચ્ચે પશ્ચિમ બંગાળમાં યુએસથી પરત ફરેલા 4 લોકોમાં BF.7 કેસની પુષ્ટિ
- દેશમાં કોરોનાનો સતાવતો ભય
- હવે પશ્વિમ બંગાળમાં 4 લોકોમાં BF.7 કેસની પુષ્ટિ
- આ ચારેયની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે
દિલ્હીઃ- દેશભરમાં એક વખત ફરી કોરોનાનો ડર સતાવી રહ્યો છે આવી સ્થિતિમાં પશ્વિમબંગાળમાંથી યુએસથી પરત ફરેલા 4 લોકોમાં BF.7 કેસની પુષ્ટિ કરવામાં આવી છે જેને લઈને ફરી એક વખત ચિંતા વર્તાી રહી છે. વધુ વિગત પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોન વાયરસના BF.7 સ્વરૂપના ચાર કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય અધિકારીએ બુધવારે કહ્યું કે તાજેતરમાં અમેરિકાથી પરત આવેલા ચાર લોકોના જીનોમ સિક્વન્સિંગથી પુષ્ટિ થઈ છે કે તેઓ કોરોના વાયરસના નવા સ્વરૂપથી સંક્રમિત છે. તેમણે જણાવ્યું કે ચારેય દર્દીઓની હાલત સ્થિર છે. અધિકારીએ જણાવ્યું કે ચાર લોકોમાંથી ત્રણ નાદિયા જિલ્લાના છે, જ્યારે એક વ્યક્તિ બિહારનો રહેવાસી છે, પરંતુ હાલમાં કોલકાતામાં રહે છે.
આ સહીત મળતી માહિતી પ્રમાણે વિતેલા અઠવાડિયે, કોલકાતા એરપોર્ટ પર વિદેશી નાગરિક સહિત બે વ્યક્તિઓમાં કોરોનાવાયરસ ચેપની પુષ્ટિ કરવામાં આવી હતી અને તેમના જિનોમ સિક્વન્સિંગ પછીથી પુષ્ટિ થઈ હતી કે તેઓ Omicron ના BF.7 પ્રકારથી ચેપગ્રસ્ત હોવાની માહિતી બહાર આવી હતી,ઉલ્લેખનીય છે કે ચીનમાં વકરી રહેલા કોરોનાએ ફરી વિશઅવભરની ચિંતા વધારી આવી સ્થિતિમાં ભારત એલર્ટ જોવા મળ્યું છે જેને લઈને કોરોનાના ટેસ્ટિંગ વધારાયા છે તો સાથે જ એરપોર્ટ પર વિદેશથી આવતા નાગરિકોનું સ્ક્રેનિંગ કરવામાં પણ આવી રહ્યું છે.
tags:
corona in west bengal