Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં કિંગખાનની ફિલ્મ પઠાણના પ્રમોશન દરમિયાન વિહીપ અને બજરંગદળ દ્રારા ભારે વિરોધ...

અમદાવાદમાં કિંગખાનની ફિલ્મ પઠાણના પ્રમોશન દરમિયાન વિહીપ અને બજરંગદળ દ્રારા ભારે વિરોધ – પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા

  • ફિલ્મ પઠાણનો ભારે વિરોધ
  • અમદાવાદમાં પ્રમોશન દરમિયાન પોસ્ટર ફાડવામાં આવ્યા
  • વિહિપ અને બજરંગદળે નોંધાવ્યો વિરોધ

અમદાવાદઃ- શાહરુખ ખાનની ફઇલ્મ પઠાણ છેલ્લા કેટલાક સમયથી વિવાજના વંટોળમાં ફસાય છે રિલીધ પહેલા જ આ ફિલ્મનો ભારે વિરોધ થઈ રહ્યો છએ તેવી સ્થિતિમાં હવે અમદાવાદમાં પણ આ ફઇલ્મનો  વિરોધ નોંધાયો હતો વિતેલી રાતેર બજરંગ દળ તથા વિશઅવ હિન્દુ પરિષદના લોકોએ ફિલ્મના પોસ્ટરો ફાડીને ફિલ્મનો વિરોધ કર્યો હતો.

જાણકારી પ્રમાણે બજરંગ દળના કેટલાક કાર્યકરો એક મોલમાં ઘૂસી ગયા અને અહીંના થિયેટરમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન કાર્યકરોએ ફિલ્મ પઠાણના પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા. તેણે ફિલ્મ રિલીઝ ન કરવાની ધમકી પણ આપી હતી.

મળતી માહિતી મુજબ, અમદાવાદના આલ્ફા વન મોલમાં સ્થિત મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ ‘પઠાણ’ના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મોલમાં વિરોધ કરી રહેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પાંચ કાર્યકરોની અટકાયત કરી હતી. બાદમાં તેઓને મુક્ત કરવામાં આવ્યો હતો.
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular