Homeગુજરાતીદેશ-વિદેશગાંધી જયંતિ પર વિશ્વભરના નેતાઓ અને ભારતીય રાજદ્વારી મિશનોએ બાપુને અર્પી પુષ્પાંજલિ

ગાંધી જયંતિ પર વિશ્વભરના નેતાઓ અને ભારતીય રાજદ્વારી મિશનોએ બાપુને અર્પી પુષ્પાંજલિ

નવી દિલ્હી, 02 ઓક્ટોબર 2026: આજે વિશ્વભરમાં મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે, વિવિધ દેશોમાં આવેલા ભારતીય રાજદ્વારી મિશન દ્વારા ગાંધીજીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સત્ય, અહિંસા તથા શાંતિના તેમના સંદેશનું સ્મરણ કરવામાં આવ્યું હતું.

ઓસ્ટ્રેલિયામાં ભારતીય હાઈ કમિશને કેનબેરા ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.

જાપાનમાં ભારતના રાજદૂત નગમા મલિકે ટોક્યોમાં ગાંધીજીની પ્રતિમા પાસે અધિકારીઓ અને ભારતીય સમુદાયના સભ્યો સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

ન્યૂઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર મુઆનપુઈ સાઈઆવી અને અન્ય મહાનુભાવોએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી અને તેમના વિચારોને યાદ કર્યા.

કંબોડિયામાં ભારતના રાજદૂત વાનલાલવાવના બાવિતલુંગે, દૂતાવાસના અધિકારીઓ અને ભારતીય સમુદાયના સભ્યો સાથે મળીને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.

દરમિયાન, ભારતમાં નોર્વેના રાજદૂત મે-એલિન સ્ટેનરે સાબરમતી આશ્રમની તેમની મુલાકાતને યાદ કરી. તેમણે કહ્યું કે ગાંધીજીનો સંદેશ આજે પણ લોકોને પ્રેરણા આપે છે.

વધુ વાંચો: મિઝોરમમાં કાર ખીણમાં ખાબકી, આઈઝોલ દૂરદર્શનના ડાયરેક્ટર સહિત ત્રણનાં મોત  

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular