
કર્ણાટકમાં ચૂંટણીને લઈને બીજેપીની તૈયારી શરુ – બીપીએલ પરિવારને દર મહિને 2 હજાર રુપિયા આપવાની કરી જાહેરાત
- કર્ણાટકમાં ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ
- બીજેપીએ બીપીએલ કાર્ડ ઘારકોને 2 હજાર રુપિયા આવપાવી વાત કહી
દિલ્હીઃ- દેશના ત્રણ રાજ્યોમાં વિધાવનસભા ચૂંટણીને લઈને બિગૂલ ફુંકાઈ ચૂક્યા છે ત્યારે સમગ્ર પાર્ટીઓ એક્શનમાં આવી ચૂકી છે. ત્યારે કર્ણટાક રાજ્યમાં બીજેપી એક્શન મોડમાં જોવા મળી છે.ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ બીજેપીએ પોતાનું પાસુ ફેંક્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી વચનો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે હવે ભાજપે પણ ચૂંટણી પહેલા મોટો નિર્ણય લીધો છે. કર્ણાટકની બોમાઈ સરકારે બીપીએલ પરિવારોને દર મહિને 2000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. કર્ણાટકના મહેસૂલ મંત્રી આર અશોકે આ બાબતે જાણકારી શેર કરી છે.
વધુ વિગત પ્રમાણે રાજ્ય સરકારે ગરીબી રેખા નીચે જીવતા દરેક પરિવારને દર મહિને રૂ. 2000 આપવાનો નિર્ણય કર્યો છે. તેની જાહેરાત આગામી બજેટમાં પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ આ અંગે વધુ માહિતી આપશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસ સરકારે પણ આ પ્રકારની જાહેરાત કરી વચન આપ્યું છે.