
અમદાવાદની મુખૌટે આર્ટ ગેલરીમાં 30થી વધારે કલાકોરની કૃતિઓના પ્રદર્શનનું આયોજન
અમદાવાદઃ ગુજરાતના યુવા કલાકોરોને પ્રોત્સાહન આપવા માટે જાણીતુ મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન મંચ પુરુ પાડે છે. દરમિયાન સંસ્થા દ્નારા વર્ષ 2023માં પ્રથમવાર મુખૌટે આર્ટ ગેલરી મંગલારંભ-3 પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન નવરંગપુરા વિસ્તારમાં આવેલી મુખૌટે આર્ટ ગેલરી ખાતે તા. 19મી જાન્યુઆરીથી 24મી જાન્યુઆરી સુધી યોજાશે. આ પ્રદર્શનમાં 30 જેટલા કલાકારોની 60 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે.
મુખૌટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશનના સ્થાપક અને જાણીતા આર્ટિસ્ટ નાલુ પટેલ અને ટ્રસ્ટી કોકિલાબેન પટેલે જણાવ્યું હતું કે, નવોદિત ચિત્રકારોને મંચર મળી રહે સાથે જુનિયર અને સિનિયર આર્ટિસ્ટની કલા એક સાથે એક જ જગ્યા ઉપર રજુ થાય, જાણીતા આર્ટિસ્ટના લાઈવ ડેમોસ્ટ્રેશન ગેલરીમાં જોઈને નવોદિત કલાકારોને નવુ શીખીને કલામાં આગળ વધી શકે તે મુખ્યહેતુ સાથે આ ગ્રુપ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.